December 3, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરી પોલીસ ફરીયાદ,સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા,વાંચો સમગ્ર વિગતો

Surat News: ટીક ટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ(Kirti Patel) ફરી વિવાદમાં આવી છે. સુરતના બિલ્ડર ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાય છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરી છે.

બળજબરીથી પૈસા કઢાવવા

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

જુઓ VIDEO:

મારી નાખવાની ધમકી

વજુ કાત્રોડીયાના ફોટા સાથે રિલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની પણ ધમકી પણ આપવામાં આવી હતી. એસીપી વિપુલ પટેલે જણાવ્યું કે,આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા.

બે કરોડ રૂપિયાની માગણી

આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.

કાપોદ્રા પોલીસ સ્ટેશન
કાપોદ્રા પોલીસ સ્ટેશન

ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી

વજુ કાત્રોડીયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી.

કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી

વોન્ટેડ જાહેર કર્યા

તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો પોલીસના હાથે ઝડપાયેલા વિજય સવાણી સામે અગાઉ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના, કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે આમ કુલ 6 ગુનાઓ વિજય સવાણી સામે નોંધાયા છે.

 

 

 

 

Related posts

સુરત/ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર પાટીલે વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોને અભિનંદન પાઠવ્યા;VIDEO

KalTak24 News Team

૯ ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે આદિજાતિ તુર નૃત્યની પ્રસ્તુતિ

KalTak24 News Team

ગીર સોમનાથમાં સૌથી મોટું ડિમોલિશન,ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર ચાલ્યા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News