Patan News: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ થઈ રહ્યુ છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સંડેર ગામે વિશાળ જગ્યામાં ભવ્ય ખોડલધામ મંદિરના નિર્માણને લઈને આજે શિલાપૂજન સમારોહ સંપન્ન થયો હતો. જેમાં દેશ-વિદેશથી 10 હજારથી વધુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આજે સવારે સાડા 8 વાગ્યાથી કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી.આ સંકુલમાં માં ખોડીયારનું મંદિર, ભોજનાલય, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય સંકુલ અને કાર્યાલયનું નિર્માણ થશે. મંદિરનાં નિર્માણ માટે આજે ભૂદેવો દ્વારા શાસ્ત્રોત વિધિથી યજમાનો મારફતે 1008 શીલાઓનું પૂજન કરાવવામાં આવ્યું હતું. જે બાદ યજમાનો અને ઉપસ્થિત મહેમાનોએ માઁ ખોડલની મહાઆરતી કરી હતી.
આ શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવામાં આવેલ માતાજીની છબી, બાજોઠ, પૂજાની થાળી, અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, નાડાછડી, સોપારી અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેથી યજમાનો આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખી ધન્યતા અનુભવે. આ દરમિયાન દાતાઓએ દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કરવામાં આવ્યું હતુ.
આ શીલા પૂજનમાં ઉત્તર ગુજરાતનાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનાં 250 જેટલાં ગામોમાંથી અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદારો આ શીલા પૂજન વિધિમાં જોડાયા હતા.ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ સહિતના લોકોની ઉપસ્થિતિમાં શીલા પૂજન સમારોહ યોજાયો હતો. શીલા પૂજન બાદ શ્રી ખોડિયાર માતાજીની આરતીમાં સૌ કોઈ ભક્તિમાં લીન બન્યા હતા.ત્યાર બાદ ખોડલધામના નિર્માણમાં સમાજના દાનવીરો દ્વારા દાનની સરવાણી વહાવી હતી. જેમનું પ્રમુખ નરેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, આજથી 8 વર્ષ અગાઉ કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં પથરાયેલા લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હુંફ મળે તે હેતુથી ટ્રસ્ટી મંડળ દ્વારા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેર મુકામે બીજા ખોડલધામ મંદિરનું નિર્ણાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભવ્ય ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ખોડલધામ એક સંસ્થા નહીં, પરંતુ વિચાર છે. આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે. સંડેર ખાતે ખોડલધામ સંકુલ બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube