ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ઉર્ફ નિતીન જાની મીનાક્ષી દવે સાથે સગાઈના તાતણે બંધાયા.

સુરત(Surat) : ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા આપણા ખજૂરભાઈ ઉર્ફે નિતીન જાની(Nitin Jani) જેઓ અત્યારે હમણાં રાત-દિવસ જોયા વગર લોકોને મદદ કરી રહ્યા છે,આપને જણાવીએ તો વાવાઝોડા બાદ ખજૂર ભાઈ દ્વારા સૌરાષ્ટ્રની અંદર જેમના મકાનો પડી ગયા હતા અથવા તો જે જેને પોતાના ઘરનો આશરો નથી તેવા લોકોનો પોતાના ખર્ચે મકાન બનાવી આપતા હતા. ત્યારબાદ થી જ ગુજરાતના સોનુ સુદ તરીકેનું તેમને બિરદુ મળ્યું છે.
ગુજરાત ના સોનુ સુદ અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ખજુરભાઈ એટલે કે નિતીન જાની ની મીનાક્ષી દવે(Meenakshi Dave) સાથે સગાઇ ના બંધન થી બંધાયા છે.
View this post on Instagram
હાલમાં પણ ખજૂર ભાઈ ઉર્ફ નિતીન જાની સેવા કરી રહ્યા છે ત્યારે આજરોજ પોતાના સોશિયલ મીડિયામાં સગાઈની પોસ્ટ શેર કરી હતી અને તેમના ફેન્સ દ્વારા ઢગલોબંધ શુભેચ્છાઓ કરવામાં આવી રહી છે.
આવો ખજૂરભાઈ વિશે વધુ જાણીએ…
માત્ર બે જોડી કપડાં લઈને ગયા હતા
નિતીન જાનીએ આગળ કહ્યું હતું, ‘બે જ દિવસ રોકાવાનું હોવાથી મેં કપડાં વધારે લીધા નહોતા. એક જોડી પહેર્યાં હતાં અને બીજી જોડી કપડાં લઈ લીધા હતા. સૌથી પહેલાં હું રાજુલાની નજીક આવેલા વાવડી ગામે ગયો હતો. હું જ્યાં પણ ગયો ત્યાં અનેક વીજળીના થાંભલા પડી ગયા હતા. મારા અંદાજ પ્રમાણે 45 હજારથી વધુ થાંભલા પડી ગયા છે.’
અત્યાર સુધી કેટલા રૂપિયાની મદદ કરી?
નિતીન જાનીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી મારી જેટલી પણ યુ-ટ્યૂબની આવક આવે છે, તે તમામ હું માત્ર ને માત્ર સેવા પાછળ ખર્ચ કરી રહ્યો છું. અત્યાર સુધી 1 કરોડથી પણ વધારે પૈસાની મદદ હું કરી ચૂક્યો છું. છેલ્લાં થોડાં સમયથી હું રોજના દોઢ લાખ રૂપિયા ખર્ચું છું. પૈસા તો કમાઈ લેવાશે, પરંતુ હાલમાં તો જેને મદદની જરૂર છે તેને મદદ કરવાનો સમય છે.’
મોટા વ્યક્તિએ ના પાડી, ત્યારે નાની વ્યક્તિ મદદ માટે આગળ આવી
નિતીન જાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોટી વ્યક્તિઓએ કેવી રીતે મદદ કરી? તેના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘પતરાનો ગુજરાતનો નંબર વન ડિસ્ટ્રીબ્યૂટરને પતરા લેવા માટે ફોન કર્યો હતો. આ માણસ ઘણો જ પૈસાદાર છે. મેં 50-60 પતરા લેવા માટે ફોન કર્યો હતો. તેણે એવો જવાબ આપ્યો કે તે ભાવોભાવ આપશે, પરંતુ એમને એમ તો પતરાં નહીં જ આપે. ઘર બનાવવા માટે મેં મોટા મોટા બિલ્ડરને ફોન કરીને પૂછ્યું હતું તેઓ અસરગ્રસ્તોને ઘર બનાવી આપવામાં મદદ કરશે કે કેમ. 15-17 બિલ્ડરે મને મોં પર ચોખ્ખી ના પાડી દીધી હતી. એમણે એવો જવાબ આપ્યો કે તેઓ આવાં નાનાં કામ કરતા નથી. આ સમયે માલાભાઈ મદદે આવ્યા હતા. તેમણે છ-સાત વર્ષથી કડિયાકામ બંધ કરી દીધું હતું. મેં તેમને મારી સમસ્યા કહી હતી અને એ વ્યક્તિએ રાત-દિવસ જોયા વગર મને મદદ કરી હતી.’
ગયા વર્ષના લૉકડાઉનથી લઈ આજ દિન સુધી લોકોને મદદ કરે છે
નિતીન જાનીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે 22 માર્ચે જ્યારે લૉકડાઉન આવ્યું હું ત્યારથી જ લોકોની મદદ કરું છું. મેં પાણીપુરી, ભેળ, સમોસાવાળા જેવા નાના ધંધાવાળાને લૉકડાઉનના બીજા જ દિવસે બોલાવ્યા હતા અને તેમને આજ દિન સુધી કરિયાણું આપું છું. જે લોકોને ઉત્તર પ્રદેશ તથા બિહાર જવું હતું, તેમને જવાની વ્યવસ્થા કરી આપી હતી. મારા બારડોલીમાં જેમને પણ મદદની જરૂર હોય તે તમામને હું મદદ કરું છું. જેમને કરિયાણું જોઈતું હોય તેમને કરિયાણું આપું છું, પૈસાની જરૂર હોય તેમને પૈસા પણ આપું છું.’
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp