આજે દાદાને કરાયેલા કેરીના શણગાર અંગે પૂજારી ધર્મ કિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે અખાત્રીજ અને પરશુરામ જયંતી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 200 મણ કેરીનો અન્નકુટ ધરાવાયો છે. દાદાના સિંહાસને કેરીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદો અને હરિભક્તોને 6 કલાકનો સમય લાગ્યો હતો. તો દાદા સમક્ષ કેરીનો અન્નકુટ તૈયાર કરવામાં 2 કલાકનો સમય લાગ્યો હતો. આજે દાદાને તાલાલા ગીરની કેસર કેરી અને વલસાડની કેરીનો આમ્રોત્સવ કરાયો છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં વહેંચવામાં આવશે.”

Kesar Mango Annakut Decoration At Shree Kashtabhanjan Dev Hanuman Mandir-1