December 6, 2024
KalTak 24 News
Bharat

કેરળમાં મોટી દુર્ઘટના: વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂ-સ્ખલન;45 લોકોના મોત,સેંકડો ફસાયેલા લોકોનું રેસ્ક્યુ યથાવત

Kerala Wayanad landslides: કેરળના વાયનાડમાં ભારે વરસાદથી ભૂ-સ્ખલનની ઘટના સામે આવી છે. જેમાં 100થી વધારે લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હોવાના સમાચાર સામે આવતાં સેના દ્વારા રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 40 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.

SDRF અને NDRFની ટીમ બચાવકાર્ય માટે સ્થળ પર હાજર છે. કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. બચાવ કાર્ય માટે વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થયા.

હેલ્પલાઈન નંબર જાહેર

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં હેલ્પલાઈન નંબર 9656938689 અને 8086010833 જાહેર કરવામાં આવ્યા છે.કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે વૈથીરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલો એલર્ટ પર છે.

અહીં ભારે વરસાદને કારણે કોઝિકોડ જિલ્લાનાં તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય તમામ ગ્રેનાઈટ ક્વોરીને અસ્થાયી ધોરણે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

NDRF અને કેરળ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવામાં વ્યસ્ત છે.
NDRF અને કેરળ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવામાં વ્યસ્ત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના CM સાથે વાત કરી

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વડાપ્રધાન સાથે આ અંગે વાત કરી હતી. આ સાથે મૃતકોના પરિવારોને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ સ્થાનિક નેતાઓને મદદ માટે નિર્દેશ આપ્યા

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વાયનાડમાં મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ વ્યથિત છું. મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, તેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સ્થાનિક નેતાઓને મદદ કરવા માટે નિર્દેશ આપ્યો છે. તેમણે પાર્ટીના સાંસદ અને સંગઠનના પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે. તેઓ વાયનાડની મુલાકાત લે તેવી શક્યતા છે.

5 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્ય સરકારે 5 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવકાર્યમાં મુશ્કેલી આવી શકે છે.

 

 

 

 

 

 

Related posts

BREAKING NEWS: શરાબ કૌભાંડમાં AAPના મોટા નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ

KalTak24 News Team

Bharat Ratna: પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી કરાશે સન્માનિત,PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

KalTak24 News Team

BREAKING NEWS : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગીલ પહોંચ્યા, જવાનો સાથે મનાવશે દિવાળી

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News