બિઝનેસ
Trending

Reliance ની જાહેરાત:33 જિલ્લાઓમાં TRUE 5G સર્વિસ મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી 25 નવેમ્બર એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સીરીઝથી શરુઆત કરશે.

દેશનો પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું 5G

Jio તેના True 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.

ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ ‘એજ્યુકેશન-ફૉર-ઑલ’ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે:

  1. Jio True 5G Connectivity
  2. એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
  3. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
  4. સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ

આ ટેક્નોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માગીએ છીએ.”

25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

Jio 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર ટ્રૂ 5G નેટવર્ક બનાવે છે:

  1. 4G નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગર અદ્યતન 5G નેટવર્ક સાથે સ્ટેન્ડઅલોન 5G આર્કિટેક્ચર
  2. 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સમન્વય
  3. કેરિયર એગ્રિગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G
  4. ફ્રીક્વન્સીઝને એક જ મજબૂત “ડેટા હાઇવે” માં એકીકૃત કરીને જોડે છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button