સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપમાંથી બહાર: સૂત્ર

  • ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડકપ અભિયાનને મોટો ઝટકો
  • જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડકપમાંથી બહાર
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આપી માહિતી

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આયોજિત T20 વર્લ્ડ કપ પહેલા ઈન્ડિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ભારતના સ્ટાર પેસર અને મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ઈન્જરીના કારણે T20 વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ અંગે જાણકારી આપી છે.

જોકે BCCIએ હજુ સુધી વર્લ્ડ કપમાં રમવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બુમરાહને લઈને આપ્યું નથી. પરંતુ વર્લ્ડ કપ પહેલાં ગુજરાતના 2 ગેમ ચેન્જર ખેલાડી વિના ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. રવીન્દ્ર જાડેજા પછી હવે જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવાના પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. પરંતુ તેમની એક્ઝિટ ટીમ માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે.

ભારતીય ટીમને 2 મોટા ફટકા પડ્યા
ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ કે જેમની જગ્યા વર્લ્ડ કપની સ્ક્વોડમાં જ નહીં પરંતુ પ્લેઈંગ-11માં પણ નક્કી હતી. તે ઈન્જરીના કારણે બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે. રવિન્દ્ર જાડેજા પછી હવે જસપ્રીત બુમરાહને પણ ઈન્જરીના કારણે વર્લ્ડ કપની ટિકિટ મળી શકશે નહીં. PTIના જણાવ્યા પ્રમાણે બુમરાહને બેક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે, જેના પગલે તે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે.

બુમરાહને થઈ છે ગંભીર ઈજા
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં જ કમબેક કર્યું હતું. આની પહેલા તે ઈન્જરીના કારણે બહાર થઈ ગયો હતો. પરંતુ કમબેકમાં 2 મેચ જ તે રમી શક્યો અને ફરીથી દ.આફ્રિકા સામેની પહેલી મેચમાં તેની પસંદગી થઈ નહોતી. આ દરમિયાન ઈજાના કારણે બુમરાહને પસંદ ન કરાયું હોવાની માહિતી મળી હતી. તેવામાં હવે PTIના રિપોર્ટ્સ પ્રમાણે BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે જસપ્રીત બુમરાહને ગંભીર ઈજા પહોંચી છે અને તે ક્રિકેટના મેદાન પર 4થી 6 મહિના સુધી કમબેક કરી શકશે નહીં.

આફ્રિકા સામેની T20માં ટીમથી બહાર

આ પહેલા ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં પણ રમી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે બુમરાહને ઈજા થઈ છે.

વર્લ્ડ કપ સ્ક્વોડમાં 4 ગુજરાતી ખેલાડીઓ, પરંતુ બુમરાહ ઈજાગ્રસ્ત…
આમ જોવા જઈએ તો વર્લ્ડ કપ સ્ક્વોડમાં ગુજરાતી ખેલાડીનો પંચ… વિરોધી ટીમને વાગી શકે એમ હતો. પરંતુ રવિન્દ્ર જાડેજા ઈન્જરીના કારણે ટીમમાં પસંદ થઈ શક્યો નથી. તેવામાં BCCIએ જે T20 વર્લ્ડ કપ સ્ક્વોડ બહાર પાડી હતી એમાં ગુજરાત કનેક્શન ધરાવતા 4 ખેલાડીઓની પસંદગી કરી હતી. અહીં હાર્દિક પંડ્યા, હર્ષલ પટેલ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહની એન્ટ્રી થઈ ગઈ હતી.

જોકે હવે જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપમાં નહીં રમી શકે એવી માહિતી સામે આવી રહી છે. નોંધનીય છે કે બુમરાહ બેક સ્ટ્રેસ ઈન્જરીના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આને જોતા હવે ટીમ કોમ્બિનેશનથી લઈ મેનેજમેન્ટ સામે અન્ય ઘણા સવાલો ઉઠ્યા છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button