રાષ્ટ્રીય
Trending

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ,ત્રણ ઓફિસર હતા સવાર

Army Helicopter Crash in Jammu-Kashmir:જમ્મુ-કાશ્મીરથી એક મોટી દુર્ધટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલા કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ હેલીકોપ્ટરમાં 2 થી 3 લોકો સવાર હતા. ભારતીય સેનાને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.હજુ સુધી તેમનો સંપર્ક કરી શક્યા નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, અહીં જ હેલિકોપ્ટર ક્રેશ થયું. જો કે તેમની તબિયત કેવી છે તે સેના તરફથી જાણવામાં આવી રહ્યું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. હજુ સુધી તે અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી.

ભારતીય સેનાએ શું કહ્યું?
ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી અનુસાર, સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચેનાબ નદીમાં પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે પાઈલટને સામાન્ય ઈજા થઈ છે, જેને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.

ખરાબ વાતાવરણના કારણે થઈ દુર્ધટના

અનેક વખત ભારતીય સેનાના હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે ગુરૂવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તે અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. પરંતુ સત્તાવાર રીતે આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button