September 14, 2024
KalTak 24 News
Entrainment

તમન્ના ભાટિયાને સમન્સ મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને પાઠવ્યું સમન્સ,IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસ સાથે જોડાયેલ છે મામલો,જાણો શું છે મામલો

Tamannaah Bhatia Illegal Streaming IPL

Tamannaah Bhatia Gets Summons: હાલ દેશભરમાં આઈપીએલ 2024 (IPL 2024)નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર IPLની ગેરકાયદેસર સ્ટ્રીમિંગનો મામલો સામે આવ્યો છે. અગાઉ, આ કેસમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્ર સાયબર સેલે ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)ને સમન્સ પાઠવ્યું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની વાયાકૉમ 18 ને IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે આ કેસમાં તમન્ના ભાટિયાએ 29મી એપ્રિલે સાયબર બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર સાયબરે ફેયરપ્લે એપ પર આઈપીએલ 2023 (IPL 2023)ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવ્યો છે. સમાચાર અનુસાર, તેને કારણે વાયકૉમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર સાયબરે અભિનેત્રીને 29 એપ્રિલના રોજ હાજર થવા માટે કહ્યું છે.

લોકોમાં IPL 2024નો જબરદસ્ત ક્રેઝ છે. દરમિયાન IPL ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લગતા નવા અપડેટ્સ ઘણી વેબસાઇટ્સ પર સપાટી પર આવ્યા છે. ગેરકાયદે સ્ટ્રીમિંગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે આ સ્ટ્રીમિંગને કારણે વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે આ સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે દેશની બહાર હોવાથી હાજર થયો ન હતો. સંજય દત્તે સાયબર સેલ પાસે માંગણી કરી હતી કે તેનું નિવેદન નોંધવા માટે તેને આગામી તારીખ અને સમય આપવામાં આવે.

કરોડો રૂપિયાનું નુકસાન

એક માહિતી અનુસાર ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત કેસમાં તમન્નાની પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેને આ કેસ સાથે જોડાયેલ તમામ સવાલો કરવામાં આવશે.અભિનેત્રીને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેનો કોણે સંપર્ક કર્યો હતો અને તેના માટે તેને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયાએ ફેરપ્લેનું પ્રમોશન કર્યું હતું.

તમન્ના ભાટિયાનું વર્કફ્રન્ટ

આ દિવસોમાં તમન્ના ભાટિયા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તમન્ના ભાટિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘અરનમનાઈ 4’, નિખિલ અડવાણીની ‘વેદા’, નીરજ પાંડેની ‘ઓડેલા 2’માં જોવા મળશે.

 

 

Group 69

 

 

Related posts

It’s official! દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પધાર્યા લક્ષ્મીજી, ‘દીકરી’નો થયો જન્મ

KalTak24 News Team

“દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે,સંભવતઃ જાણ્યા વિના, તેનો દાવો કર્યા વિના, તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે.”-Multi talented Darshita Upadhyay

Sanskar Sojitra

VIDEO/ ગ્રહ શાંતિ પૂજા વિધિમાં ભાવુક થયા રાધિકા મર્ચન્ટના પિતા;નીતા અંબાણીએ રાધિકાની ઉતારી નજર…

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી