ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં લખનઉની ટીમે છેલ્લી બે ઓવરમાં 36 રનથી જીત મેળવી હતી. આ દરમિયાન એક ફની મોમેન્ટ પણ જોવા મળી.
છેલ્લી ઓવરમાં સ્પિનર કૃણાલ પંડ્યાએ મુંબઈના બેટ્સમેન કિરોન પોલાર્ડને શિકાર બનાવ્યો હતો. આઉટ થયા બાદ કૃણાલે પોલાર્ડના માથાને કિસ કરી હતી. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કૃણાલે પોલાર્ડને આ રીતે આઉટ કર્યો
મુંબઈની ટીમને છેલ્લી ઓવરમાં 38 રનની જરૂર હતી. આ ઓવર કૃણાલ પંડ્યાએ કરી હતી. તેના પહેલા જ બોલ પર કિરોન પોલાર્ડે લાંબી સિક્સર મારવા માટે શોટ ફટકાર્યો હતો પરંતુ બાઉન્ડ્રી પર જ દીપક હુડાના હાથે કેચ થઈ ગયો હતો. ત્યારબાદ ઉજવણી કરતી વખતે કૃણાલે પોલાર્ડની પાછળની બાજુથી કૂદકો માર્યો અને તેના માથા પર ચુંબન કર્યું. જો કે આ દરમિયાન પોલાર્ડ મજાકના મૂડમાં જોવા મળ્યો ના હતો અને સીધો પેવેલિયન ભેગો થઇ ગયો હતો.
આ જ ઓવરમાં પોલાર્ડ બાદ કૃણાલ પંડ્યાએ વધુ બે વિકેટ ઝડપી હતી. જેમાં જયદેવ ઉનડકટ રનઆઉટ થયો હતો. જ્યારે ડેનિયલ સેમ્સ રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ થયો હતો. મેચમાં કૃણાલ પંડ્યાએ 4 ઓવર નાંખી અને 19 રન આપીને 3 વિકેટ પણ લીધી.
પોલાર્ડના આઉટ થયા બાદ 1-1થી હિસાબ બરાબર
#Krunalpandya loving the out of #Pollard
You would love 💕 it 😉😉#MIvsLSG #LSGvMI #IPL2022 #RohitSharma𓃵 #Mumbaiindians pic.twitter.com/sY2SCsEnMy
— DaebakAnkita💃 (@DaebakankitaF) April 24, 2022
મેચ બાદ કૃણાલે કહ્યું કે હું ખૂબ ખુશ હતો કે મેં કિરોન પોલાર્ડને આઉટ કર્યો. નહીંતર તે આખી જિંદગી મારું મગજ ખાત કે તેણે મને આઉટ કર્યો છે. હવે એ જ મેચમાં મેં તેને પણ આઉટ કરીને 1-1થી હિસાબ બરાબર કરી લીધો છે. હવે કમ સે કમ તે કંઈ કહી શકશે નહીં.
લખનઉએ મુંબઈને 36 રને હરાવ્યું
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 62 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટે 132 રન જ બનાવી શકી હતી અને 36 રનથી મેચ હારી ગઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ 39 અને તિલક વર્માએ 38 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.