સ્પોર્ટ્સ
Trending

રાજકોટમાં મેચ પહેલા વરસાદે ઈનિંગ શરૂ કરી, મેચ રમાશે કે નહીં? કેવું રહેશે વાતાવરણ?

રાજકોટના જામનગર રોડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચા ટી-20 મેચ શરૂ થશે. જોકે સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે પ્રેક્ષકો સાડા ચાર વાગ્યાથી જ ઉમટી પડ્યા છે. પ્રેક્ષકો માથે સાફો અને ગાલે તિરંગો દોરાવી મેચ જોવા આવ્યા છે. એક યુવાને જણાવ્યું હતું કે, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધારીશું. જોકે સ્ટેડિયમમાં વરસાદ પડતા પીચને તાલપત્રીથી ઢાંકવામાં આવી હતી. હાલ વરસાદી ઝાપટું રહી જતા પીચ ખુલ્લી કરવામાં આવી છે અને મેદાન પર રોલર ફેરવવામાં આવ્યું છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે (IND vs SA) આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે (17 જૂન) સાંજે 7 વાગ્યે આમને-સામને થશે. પાંચ મેચની T20 સીરિઝની આ ચોથી મેચ છે. ભારતીય ટીમ માટે આ મેચ પણ પાછલી મેચની જેમ ‘કરો યા મરો’ ની સ્થિતિ રહેશે. સાઉથ આફ્રિકા આ ​​મેચ જીતીને સિરીઝ જીતવા માંગશે, જ્યારે ભારતીય ટીમ સિરીઝને બરોબરી પર લાવવા પર નજર રાખશે.

મેચ પહેલા વરસાદ વિઘ્ન બન્યો, પીચને ઢાંકવામાં આવી.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો
સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ચોથી T20માં ટોસ જીત્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્રથમ બેટિંગ કરશે. આ સાથે જ આફ્રિકન ખેલાડીઓ ફરી એકવાર બોલિંગ કરતા જોવા મળશે.

વરસાદના કારણે ટોસનું મહત્વ વધ્યું
આફ્રિકન ટીમ સિવાય આજની મેચમાં ભારત સામે વધુ એક મોટો પડકાર છે. મેચ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ખેલાડીઓ માટે પ્રદર્શન કરવું થોડું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ટોસનું મહત્વ વધી જશે. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી દરરોજ વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે થોડો વરસાદ પડ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ વધુ વરસાદ પડ્યો હતો. અહેવાલો અનુસાર શુક્રવારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજે હળવા વરસાદની પણ શક્યતા છે. મેચ દરમિયાન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે ભેજનું પ્રમાણ 77 ટકા રહેવાની ધારણા છે.

મેચ જોવા આવેલી યુવતીઓનો અનોખો અંદાજ.

મહત્વનું છે કે આજે ટીમ ઈન્ડિયા અને આફ્રિકાની મેચ શરૂ થાય એના પહેલા વરસાદ પડતા પિચને ઢાંકી દેવામાં આવી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર હાઈસ્કોરિંગ મેચો અગાઉ રમાઈ છે. શરૂઆતમાં પેસરને મદદ મળી શકે છે. જોકે ત્યારપછી બેટિંગ માટે આ પિચ અનુકુળ સાબિત થઈ શકે છે.

સ્ટેડિયમની અંદર હાથમાં તિરંગો રાખી ઇન્ડિયન ટીમનો ઉત્સાહ વધારતા યુવાનો.

બેટ્સમેનોને બલ્લે બલ્લે
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી હોવાનું મનાય છે. આ મેદાન પર પ્રથમ દાવનો સૌથી વધુ સ્કોર 183 છે. આવી સ્થિતિમાં બોલરો માટે વિકેટ લેવી ખુબ જ મુશ્કેલ કામ બની શકે છે. અત્યાર સુધી આ મેદાનમાં રમાયેલી ત્રણ T20 ઈન્ટરનેશનલમાંથી બે ટીમે સ્કોરનો પીછો કરી જીત મેળવી છે.

સ્ટેડિયમ બહાર પ્રેક્ષકોની લાઈન.

આ વસ્તુઓ અંદર લઇ જવા પર પ્રતિબંધ
1 SP, 5 DYSP, 10 PI, 40 PSI, 232 પોલીસકર્મી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ ટીમને સ્ટેડિયમ બહાર અને અંદર તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2 બગેજ સ્કેનર, 2 ફાયર ફાઇટર , 2 એમ્બ્યુલન્સ અને 30 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button