પોલિટિક્સ
Trending

BREAKING NEWS: ઇન્દ્રનીલ રાજગુરુ એ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી

ડોરાજકોટ:– સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી(AAP) ને બહુ મોટો ફોટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજગુરુ(Indranil Rajyaguru)એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ફરી કોંગ્રેસ(Congress) માં સામેલ થયા છે થોડા જ મહિના પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા,જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા એ ઈન્દ્રનીલ રાજગુરુને કોંગ્રેસનો ખેસ પહેરાવી ને પુનઃ સ્વાગત કર્યું હતું

ગુજરાતના સૌથી ધનવાન રાજનેતાઓ પૈકી એક પૂર્વ કોંગ્રેસ કાર્યકર ઇન્દ્રનીલ રાજગુરુ એ આજે અચાનક જ આમ આદમી પાર્ટી છોડીને ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે આમાંથી પાર્ટી સાથે નાનકડો પ્રવાસ કરી ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ જોડાઈ ગયા હતા

કોંગ્રેસ છોડી અત્યારે મારો પરિવાર સહમત ન હતો:ઇન્દ્રનીલ

ઇન્દ્રનીલ રાજગુરુ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ છોડ્યું ત્યારે મારો પરિવાર પણ સહમત ન હતો પણ મેં વિચાર્યું કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકે છે એટલા માટે આપમાં ગયો હતો. પરંતુ ત્યાં જઈને મને લાગ્યું કે, જેવી રીતે ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે,તેવી રીતે આમ આદમી પણ લોકોને મૂર્ખ બનાવે છે એટલા માટે જ કોંગ્રેસમાં પાછો આવ્યો છું

કોંગ્રેસમાં (Congress) આવું ક્યારેય નહોતું થતું અને તે મને સારૂ લાગે છે એટલે હું ફરીથી અહીં આવ્યો છું. આમ આદમી પાર્ટી (AAP) લોકોને મૂર્ખ બનાવીને ન માત્ર સત્તામાં આવવા માંગે છે પણ ભાજપમાં સત્તામાં રહે તે માટે B ટીમ તરીકે કામ કરે છે. તેથી હું મારા પોતાના ઘરે આવી ગયો છું અને મને સારૂ લાગી રહ્યું છે.

ગુજરાતની પ્રજા જાણે છે કે હું જો કોઈનો ખેસ પહેરું તો તે પંજો જ હતો. ભાજપની અનેક ઈચ્છા છતાં તેમાં ક્યારેય ગયો નથી અને એ બાજુ વળીને જોયું પણ નથી. ભાજપ દેશ માટે ખુબ નબળી પાર્ટી છે, સત્તા માટે કોઈ પણ નબળું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખે છે પાર્ટીને પાછળ રાખે છે. આમ આદમી પાર્ટી દેશ અને રાજ્યને પાછળ રાખે છે અને પોતાની સત્તાને આગળ રાખવાની ભાજપ જેવી જ તેમની માનસિકતા છે.

ઈન્દ્રનિલ રાજ્યગુરૂ આપ પર ગંભીર આક્ષેપ કર્યાં

  • મારા પિતાના સમયથી કોંગ્રેસમાં હતો : ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
  • કોંગ્રેસ છોડવા પર પરિવાર સહમત ન હતો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
  • ભાજપને હરાવવા આપમાં જોડાયો: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
  • આપ લોકોને મૂર્ખ બનાવે છે, કોંગ્રેસમાં આવું ક્યારેય નહોતું થતું: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
  • ભાજપની B ટીમ છે આપ: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ
  • હું મારા પોતાના ઘરમાં આવી ગયો છું અને મને ખુબ સારૂ લાગે છે: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button