- આજ પહેલાં કોઇ ભારતીય આ સ્થાને પહોંચ્યું નથી
- અદાણીએ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક બન્યા
- બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મતે અદાણીની સંપત્તિ 137.4 અબજ ડોલર
ભારતના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam adani)એ એવું સ્થાન હાંસલ કર્યું છે જે આજ પહેલાં કોઈ ભારતીયે કર્યું ન હતું. ગૌતમ અદાણી(Gautam adani) વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને તેણે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની સંપત્તિ વધીને $137.4 બિલિયન થઈ ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ 60.9 બિલિયન ડોલર વધી છે. ફેબ્રુઆરીમાં તે મુકેશ અંબાણી(mukesh ambani)ને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એપ્રિલમાં તેમની નેટવર્થ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી અને ગયા મહિને તેઓ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા.
અમીરોની યાદીમાં મુકેશ અંબાણી અને ચીનના જેક મા ક્યારેય આટલે સુધી પહોંચી શક્યા નથી. મુકેશ અંબાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ અદાણી તેમના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છે.
અદાણીએ તાજેતરના વર્ષોમાં તેમના બિઝનેસને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. તેમણે પોતાના બિઝનેસની શરૂઆત હીરાના વેપારથી કરી હતી પરંતુ પછી કોલસાના વ્યવસાયમાં જોડાઈ ગયા. આજે તેમનું જૂથ કોલસાથી લઈને પોર્ટ્સ, મીડિયા, સિમેન્ટ, એલ્યુમિના અને ડેટા સેન્ટર સુધીના બિઝનેસમાં છે. અદાણી ગ્રૂપ માર્કેટ કેપની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું સમૂહ બની ગયું છે.
ગૌતમ અદાણી(Gautam adani)ની સંપત્તિ
ગૌતમ અદાણી આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને તેમની સંપત્તિ 137.4 અબજ ડોલર થઈ ગઈ છે. પ્રથમ સ્થાને રહેલા એલોન મસ્કની કુલ સંપત્તિ $251 બિલિયન છે. બીજા સ્થાને રહેલા જેફ બેઝોસની કુલ સંપત્તિ $153 બિલિયન છે. ચોથા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ $1.37 બિલિયનના ઘટાડાથી $136 બિલિયન પર આવી ગઈ છે. ભારતના મુકેશ અંબાણી આ યાદીમાં ટોપ 10માંથી બહાર છે અને તેમની સંપત્તિ $91.9 બિલિયન છે.
એલોન મસ્ક અને જેફ બેજોસ હવે ધનિકોની યાદીમાં આગળ છે
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેજોસ હવે વિશ્વના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીથી આગળ છે. એલોન મસ્ક અને જેફ બેજોસ લાંબા સમયથી પ્રથમ સ્થાને છે પરંતુ ગૌતમ અદાણીએ પ્રખ્યાત ફ્રેન્ચ લક્ઝરી ફેશન કંપની LVMH મોએટ હેનેસી લુઈસ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે.
વધુ વાંચો:
બોલિવુડ અભિનેતા KRKની ધરપકડ,જાણો શું છે મામલો
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ