IRCTC Down: IRCTC ના મેન્ટેનન્સના કામ માટે એક કલાક સુધી કોઈ મુસાફર ટિકિટ બુક નહિ કરી શકે. અચાનક ટિકિટ બુકિંગમાં સમસ્યા આવતાં અને એ પણ તત્કાલ ટિકિટ બુકિંગના સમય પર જ આ મુશ્કેલી આવતાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે.IRCTCની વેબસાઈટ ડાઉન હોવાને કારણે સોમવારે ટિકિટનું બુકિંગ થઈ શક્યું નથી. રેલવે મુસાફરો ચિંતિત જોવા મળ્યા હતા, ખાસ કરીને જેઓ તત્કાલ ટિકિટ બુક કરાવવા માગે છે તેઓ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બુકિંગ વિન્ડો ખોલતાની સાથે જ IRCTC સર્વર ડાઉન થઈ ગયું.
1 કલાક માટે ટિકિટ બુકિંગ બંધ
IRCTC એ આ અંગે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વેબસાઈટ પર મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. તેથી 1 કલાક સુધી કોઈ મુસાફર તેમાં ટિકિટ બુકિંગ નહિ કરી શકે. સામાન્ય રીતે મેન્ટેનન્સનું કામ રાતે થતું હોય છે. પરંતુ અચાનક સાઈટ પર સમસ્યા આવતાં લોકોને સવાલ ઉઠી રહ્યા છે કે આ સાઈબર એટેક તો નથી ને !
સોશિયલ મીડિયા પર યુઝરે કરી ફરિયાદ
IRCTC ની એપ અને વેબસાઈટ બંનેમાં આ સમસ્યા આવી રહી છે. એપ ખુલી નથી રહી અને વેબસાઈટ પર મેન્ટેનન્સનો મેસેજ મળી રહ્યો છે. IRCTC ની સર્વિસ ડાઉન થયા બાદ સોશિયલ મીડિયા એક્સ પર TATKAL અને IRCTC કીવર્ડ ટ્રેન્ડ થઈ રહ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે.
ક્યાંક સાયબર એટેક થયો છે?
સાઈટ ડાઉન હોય ત્યારે લોકો સાયબર એટેકની વાત કરી રહ્યા છે. કારણ કે લોકો 10 વાગ્યાથી મેન્ટીસની વાતો પચાવી શકતા નથી. વાસ્તવમાં, એસી તત્કાલ માટે ટિકિટ બુકિંગ 10 વાગ્યે થાય છે. જ્યારે નોન-એસી બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. IRCTC સેવા બંધ હોવાને કારણે બંનેનું બુકિંગ શક્ય નથી. લોકો IRCTCના જવાબની રાહ જોઈ રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube