September 14, 2024
KalTak 24 News
Sports

યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી:યશસ્વી જયસ્વાલે ફટકારી કારકિર્દીની પ્રથમ બેવડી સદી,બનાવ્યો ખાસ રેકૉર્ડ

Criclet

IND vs ENG, 2nd Test, Day 2: ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન સાથે 336 રન બનાવ્યા હતા.

277 બોલમાં 200 રન બનાવ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. યશસ્વી જયસ્વાલે 277 બોલમાં 200 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન
યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. સુનીલ ગાવસ્કર બીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદ (19 વર્ષ 140 દિવસ)ના નામે છે.

ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી

  • 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
  • 227 વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
  • 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
  • 206 ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
  • 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વિઝાગ 2024

Image

277 બોલમાં જયસ્વાલે ફટકારી બેવડી સદી
યશસ્વી જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

 

 

Group 69

 

 

Related posts

CSK vs DC/ માહી માર રહા હૈ…દિલ્હી સામે ધોનીએ 16 બોલમાં 37 રન ફટકાર્યા,શું હજુ સુધી નથી જોઇ આ તોફાની ઇનિંગ્સ? Video જોઇ તમે ખુશ થઇ જશો

KalTak24 News Team

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં પડી તિરાડ! નતાશાએ ઈન્સ્ટાગ્રામમાંથી હટાવી પંડ્યા સરનેમ,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની થઇ જાહેરાત,15 સભ્યોની ટીમ વર્લ્ડ કપ માટે તૈયાર

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી