- UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાનને લીધું આડે હાથ
- જમ્મુ-કાશ્મીરનો આખો ક્ષેત્ર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે
- મારા દેશની વિરુદ્ધ નકામી અને વ્યર્થ ટિપ્પણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે: કંબોજ
UNGAમાં રશિયાને લઈને ચાલી રહેલ દલીલો વચ્ચે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાને ભારત વિરુદ્ધ બકવાસ શરૂ કરી, જેનો ભારતે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં બુધવારે રશિયા પર એક દલીલ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠવા પર ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયા – યુક્રેન યુદ્ધના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન દરમિયાન પોતાના સ્પષ્ટીકરણમાં પાકિસ્તાની રાજદ્વારી મુનિર અકરમે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો અને બંને વચ્ચે સમાનતાઓ દર્શાવવાની કોશિશ કરી.
રશિયા પર ચાલી રહેલ દલીલ વચ્ચે ઉઠ્યો મુદ્દો
ભારતે કડક શબ્દોમાં જવાબ આપ્યો. UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું – અમે જોયું છે, આશ્ચર્યજનક રૂપથી એક પ્રતિનિધિમંડળ દ્વારા આ મંચનો દુરુપયોગ કરવાની અને મારા દેશ વિરુદ્ધ બેકાર અને છિછોરી ટિપ્પણી કરવાની કોશિશ કરવામાં આવી છે.
ભારતીય રાજદ્વારીએ કહ્યું કે આ પ્રકારના નિવેદન એ માનસિકતાને દર્શાવે છે, જે હેઠળ વારંવાર ખોટું બોલવામાં આવે છે અને સામૂહિક ધિક્કારપાત્ર છે.
#WATCH | Entire territory of J&K is & will always be an integral part of India… We call on Pakistan to stop cross-border terrorism so our citizens can enjoy their right to life & liberty: Ruchira Kamboj, Permanent Representative to the UN
(Source: UN TV) pic.twitter.com/cKY0QoRNCm
— ANI (@ANI) October 12, 2022
કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે – ભારત
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે હકીકત સામે રાખતા કહ્યું કે “આશ્ચર્યજનક રીતે, અમે જોયું છે કે એક પ્રતિનિધિમંડળ દ્વારા આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો અને મારા દેશની વિરુદ્ધ નકામી અને વ્યર્થ ટિપ્પણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
ભારતીય રાજદ્વારીએ કહ્યું કે આ પ્રકારનું નિવેદન માનસિકતાને પ્રતિબિંબિત કરે છે જેના હેઠળ વારંવાર જૂઠ્ઠાણું બોલવામાં આવે છે અને તે સામૂહિક તિરસ્કારને પાત્ર છે.
રુચિરા કંબોજે સત્ય સામે મૂકતા જ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો આખો વિસ્તાર હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે… અમે પાકિસ્તાનને સીમાપાર આતંકવાદને રોકવા માટે આહવાન કરીએ છીએ જેથી અમારા નાગરિકો પોતાના જીવન અને સ્વતંત્રતાના અધિકારનો આનંદ માણી શકે.
અગાઉ UNમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર રશિયન કબજાની નિંદા કરતો ઠરાવ રજૂ કર્યો હતો. 143 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં જ્યારે પાંચ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત કુલ 35 દેશોએ આ પ્રસ્તાવથી પોતાને દૂર રાખ્યા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp