Yashasvi Jaiswal Century: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે અને યશસ્વી જયસ્વાલે દિવસની શરૂઆતમાં જ પોતાની સદી પૂરી કરી લીધી છે. આ તેનો પ્રથમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે અને યશસ્વીએ તેની પહેલી જ મેચમાં સદી ફટકારી છે. આ સાથે તેણે ભારતની સ્થિતિ મજબૂત કરી છે.
બીજી ઇંનિગમાં શતક ફટકારી
પ્રથમ દાવમાં ફ્લોપ ગયેલા યશસ્વીએ બીજા દાવમાં શાનદાર બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયાના કોઈપણ બોલરને તેના પર હાવી થવા દીધો નહોતો. ટેસ્ટમાં યશસ્વીની આ ચોથી સદી છે.
પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો
યશસ્વી પ્રથમ દાવમાં વહેલો આઉટ થયો હતો. તેને ઓસ્ટ્રેલિયન પીચોનો ખ્યાલ નહોતો અને તેથી શોટ સિલેક્શનમાં તેણે ભૂલો કરી હતી. પરંતુ બીજા દાવમાં યશસ્વીએ આ વાત સમજી લીધી અને પોતાના શોટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મિચેલ સ્ટાર્કે તેને પ્રથમ દાવમાં ભૂલ કરવા ઉશ્કેર્યો હતો પરંતુ યશસ્વીએ શોર્ટ લેન્થ બોલ ચલાવવાને બદલે આરામથી બોલનો બચાવ કર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયન બોલરોના બોડી એટેકને પણ આસાનીથી સહન કર્યું હતું.
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 𝗧𝗲𝘀𝘁 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 𝗶𝗻 𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 🔥
A very special moment early on Sunday morning in the Perth Test as the immensely talented @ybj_19 brings up his maiden Test 100 on Australian soil.
He registers his 4th Test ton 👏
Live -… pic.twitter.com/S1kn2sWI0z
— BCCI (@BCCI) November 24, 2024
અડધી સદી પૂરી કર્યા બાદ યશસ્વીએ ઓસ્ટ્રેલિયન બોલરો પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી દીધું હતું. અહીંથી તેણે પોતાનું આક્રમક વલણ પણ બતાવ્યું. યશસ્વીએ 63મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે યશસ્વી ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેમના પહેલા સુનીવ ગાવસ્કર અને નરસિમ્હાએ આ કામ કર્યું હતું.
ઓસીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં શતક
સુનીલ ગાવસ્કરે 1977માં ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને 113 રન બનાવ્યા હતા. તેમના પહેલા એમ જયસિમ્હાએ 1968માં ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં 101 રન બનાવ્યા હતા. આ બંને પછી યશસ્વીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube