સુરતઃ શહેરમાં સામુહિક હત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. સરથાણામાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને તિક્ષણ હથિયારના ધા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં અંદરો અંદર મન દુઃખ બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપી હોવાની પ્રાથમિક વાત સામે આવી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.
અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ….
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube