September 14, 2024
KalTak 24 News
Gujarat

બહુ ખુશ થવાની જરૂર નથી/ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છુટને લઈને આવા હશે નિયમો, વાંચો સંભવિત 17 નિયમોની યાદી

GIFT City Liquor Permit Rules

GIFT City Liquor Permit Rules: ગાંધીનગર ગીફ્ટ સીટમાં રાજ્ય સરકાર દ્વારા દારૃના વેચાણ માટેની પરમીશન આપવામાં આવી છે. રાજ્ય સરકારના નશાબંધી આબાદકારી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હવે ગીફ્ટ સીટીમાં દારૃના વેચાણ અને સેવન માટે જરૃરી એસઓપી તૈયાર કરવામાં આવશે. જેમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ, ગાંધીનગર કલેકટર અને નશાબંધી આબાદકાલીન વિભાદના મુખ્ય અધિકારીની કમીટી તૈયાર કરવામાં આવી છે. આવતી કાલથી ગીફટ સીટીમાં દારૃના સેવાન અને વેચાણ બાબતે બેઠકો શરૃ થશે. જેમાં કેટલાંક મુદાઓ તૈયાર કરવામાં આવ્યા છે તે મુદ્દા આધિન ચર્ચા કરવામાં આવશે. આવતી કાલે બેઠકમાં ચર્ચા થનાર કેટલાંક મુદ્દાઓ જાહેર કરવામાં આવ્યા છે.ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં બેઠકો યોજાશે. બેઠકમાં એસઓપી નક્કી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવશે.

(1) એફ.એલ૩ લાયન્સ શું છે? તે કોને મળી શકે ?

ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ, ગીફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ –આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ-ક્લબ-રેસ્ટોરન્ટને લાયન્સ મળી શકશે.

(2) એફ.એલ૩ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે?

જે તે હોટલ/કલબ/રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામકશ્રી, નશાબંધી સમક્ષ અરજી કર્યેથી જરૂરી ચકાસણી કરી સરકારશ્રીએ નક્કી કરેલ સમિતિ સમક્ષ રજૂ કર્યેથી પરવાનો આપવાપાત્ર રહેશે.

(3) હાલના હેલ્થ પરમીટ, વીઝીટર પરમીટ, ટુરીસ્ટ પરમીટ ધારકો ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે?

ના. ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગીફ્ટ સીટી ખાતે લીકરનું સેવન કરી શકશે.

(4) ગીફટસીટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એકસેસ પરમીટની મંજુરી કોણ આપશે ?

ગીફટના દ્વારા અધિકૃત અધિકારીશ્રી દ્વારા આ પરમીટ આપવામાં આવશે.

(5) ગીફટસીટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કોણ આપશે ?

ગીફટસીટીના જે તે કંપનીના HRહેડ / જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લીકર એકસેસ પરમીટ ધરાવતા કર્મચારી સાથે રહેશે.

GIFT%20City%20Liquor%2003

(6) એફ.એલ.3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે ?

લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમુનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને સી.સી.ટી.વી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે.

(7) ગીફટ સીટી વિસ્તાર સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર સેવન કરી શકાશે?

એફ.એલ-3 લાયસેન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી

(8) એફ.એલ. ૩ લાયસન્સ ધારક,લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું?

લાયસન્સ ધારક, લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જો કાયદા, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે

(9) લાયસન્સ મેળવનારે અન્ય કઇ કઇ મંજુરી મેળવવાની રહેશે?

લાયસન્સ મેળવનારે પોતાના હોટલ/કલબ/રેસ્ટોરન્ટમાં ખાન-પાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાન-પાન અંગેનું લાયસન્સ.ફુડ સેફટી લાઈસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે

(10) એફ.એલ.૩ લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકને લિકર વેચાણ કરી શકાશે?

ના

f4527993987c555217abe9877a497fbf170358247793375 original

(11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ?

ના લાયસન્સ જે સ્થળે મંજુર કર્યું હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર પીરસી શકશે નહી.

(12) એફ.એલ-૩ લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે?

લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ જરૂરી ખરાઇ બાદ પ્રવેશ કરી શકશે.

(13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે?

ના વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકો નહીં.

92e04d25ff7f5ec1af852c65012a6e2d170358249312375 original

(14) લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઈ શું છે?

૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.

(15) પરમીટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનું રહેશે

લિકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ અને એફ.એલ-૩ લાઈસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

(16) હાલ રાજ્યમાં વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ અંગે શું જોગવાઇ છે?

બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઈ અનુસાર નિયત આધારો રજુ કર્યેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વીઝીટર અને ટુરીસ્ટ પરમીટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઇ છે- પરમીટ પોર્ટલ કાર્યરત છે

(17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે શી કાળજી લેવાની રહેશે?

લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક લીકરનું સેવન કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ. તેમજ પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે અને સક્ષમ ઓથોરિટીને માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

 

દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ પર અસર
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઈન્કવાયરી વધી છે. આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે. વિગતો ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાંજ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ .7.49 કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે.

 

 

Group 69

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

નવરાત્રીમાં 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય: હર્ષ સંઘવી

KalTak24 News Team

જૂનાગઢ: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકોની ભેંસાણ પોલીસે કેમ કરી ધરપકડ, જાણો ફરી શું થયો વિવાદ?

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી