December 3, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

ગાંધીનગર ખાતે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ-રાજ્ય કક્ષાના રમતોત્સવ-2024નો પ્રારંભ,પસંદગી પામેલા 260 ખેલાડીઓ રમતોત્સવમાં ભાગ લેશે

home-guards-and-civil-defense-force-home-minister-harsh-sanghvi-inaugurated-the-state-level-sports-festival-2024-gandhinagar-news

Gandhinagar News: ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સંકુલ ખાતે આયોજિત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-2024ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીએ હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.

જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ

ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના સુપર ફીટ જવાનોને જોઇને ચોક્કસપણે કહી શકાય કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડઝનું ચિત્ર બદલાયું છે. ગુજરાતની દરેક સમસ્યા અને ઘટનામાં ફર્સ્ટ રીસ્પોન્સર તરીકે હોમગાર્ડ ઘટના સ્થળ પર પહોંચે છે, એટલા માટે જ તેનું મહત્વ સૌથી વધુ છે.

મંત્રી સંઘવીએ હોમગાર્ડઝ જવાનોને ગુજરાતના સિતારાઓ ગણાવતા કહ્યું હતું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડઝ હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડઝ સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે. તમારી આસપાસ થતા ખોટા કામો તથા સમાજની અવ્યવસ્થાઓ અંગેની જાણકારી સીધી જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચાડીને એક શાંત અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં સહભાગી બનવા સૌ જવાનોને મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા

રાજ્યના નાગરીકો વતી હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે જવાનો સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે. જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે રમત-ગમત મહત્વનો ભાગ ભજવતી હોવાથી, આ જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ જવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તો કેટલાક પ્રતિભાવાન જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે

આગામી સમયમાં ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે રાજ્ય સરકાર આયોજન કરશે. રમત-ગમતમાં રસ ધરાવતા પ્રતિભાવાન જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રોફેશનલ અને કાયમી તાલીમ આપવા માટે આગામી સમયમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.

ખો-ખો રમતોનો સમાવેશ

જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજિત સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પસંદગી પામેલા આશરે 260 ખેલાડીઓ આજે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ખેલાડીઓ ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા અને નાગરિક સંરક્ષણ ઝોન એમ કુલ ૬ ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં 100, 200 અને 400 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ અને ખો-ખો રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અધિકારીઓ રહ્યાં હાજર

રમતોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના પ્રતિભાવાન જવાનોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે, નાના ભૂલકાઓ દ્વારા યોગ કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહના પ્રારંભે ગુજરાત હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ખેલાડીઓને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હોમગાર્ડઝ કમાન્ડન્ટ, જિલ્લા કમાન્ડન્ટઓ, ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રકટરઓ, ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરતમાં “જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”દ્વારા છઠ્ઠુ અંગદાન,કાપોદ્રાના નિવૃત્ત વ્યક્તિના અંગદાનથી 5 વ્યક્તિને મળ્યું નવજીવન

KalTak24 News Team

સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર; જનતાને ખાડારાજના ત્રાસમાંથી મુક્ત કરાવવા MLAએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર

KalTak24 News Team

નહેરુ યુવા કેન્દ્ર-સુરતના યુવા પ્રતિનિધિઓએ નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી: સેનાના જવાનોને મીઠાઇ અને ઘડિયાળની ભેટ આપી

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News