અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં હીટ વેવની સ્થિતિ વચ્ચે ગરમી સતત વધી રહી છે, ત્યારે આજે ગરમીનો પારો ઉચકાયો હતો. મહત્તમ તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગરમીના રૌદ્ર રૂપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42.5 ડિગ્રી પર પહોંચી ગયો છે.
5 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની વકી છે. જેના કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે.
મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર
હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી કોઇ રાહત મળે તેવી શક્?યતા દેખાઈ રહી નથી. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44ની આસપાસ રહે તેવી શક્?યતા છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો.
43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર
બપોરના સમયે ફૂંકાયેલા ગરમ-સૂકા પવનને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતુ અને રસ્તા પર લોકોની ઓછી અવરજવર જોવા મળી હતી. આકાશમાંથી અંગારા વરસાવતી ગરમીને લીધે રાજ્યના અનેક વિસ્તારો જાણે ભઠ્ઠી પર શેકાઈ રહ્યા હોય તે રીતે સૂર્ય પ્રકોપના શિકાર બન્યા હતા. જો કે, મોડી સાંજે ઠંડક થતા વીક એન્ડનો આનંદ માણવા લોકો રિવરફ્રન્ટ, બ્રિજ પર અને ગાર્ડનમાં ઉમટી પડયા હતા.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.