October 9, 2024
KalTak 24 News
Lifestyle

Black Diamond Apple: એક વખત આ ડાયમંડ એપલના ફાયદા જાણશો તો ખાવાનું ચૂકશો નહીં,કાળા સફરજન આ ખાસ સ્થળે જ ઉગે છે

Black Diamond Apple

Black Diamond Apple: અત્યાર સુધી તમે લાલ સફરજન(Apple) ખાધા હશે, જોયા હશે અને ખરીદ્યા હશે પરંતુ શું તમે ક્યારેય કાળા સફરજન વિશે સાંભળ્યુ છે. કાળા સફરજન(Black Diamond Apple) દેખાવમાં જેટલા સુંદર હોય છે, સ્વાદમાં એટલા જ શાનદાર હોય છે. જોકે, આ આટલી સરળતાથી બજારમાં મળતા નથી. આ ખાસ પ્રકારના સફરજનને અંગ્રેજીમાં ડાયમંડ એપ્પલ કહેવામાં આવે છે. આ સફરજન દેખાવમાં એકદમ બ્લેક ડાયમંડની જેમ ચમકતુ રહે છે. સૌથી મોટી વાત એ છે કે આની ખેતી દરેક સ્થળે થતી નથી. આને કેટલાક ખાસ સ્થળો પર જ ઉગાડવામાં આવે છે.

બ્લેક એપલ ક્યાં મળે છે

કાળા સફરજન ખૂબ ઠંડા સ્થળો પર ઉગાડવામાં આવે છે. અત્યાર સુધી આના વૃક્ષ ભૂટાન અને તિબ્બતના અમુક વિસ્તારોમાં જોવા મળ્યા છે. કાળા સફરજનનું એક નંગ 1000થી 1500 રૂપિયામાં વેચાય છે. વિચારો જ્યારે એક સફરજન આટલુ મોંઘુ હોય તો એક કિલોની કિંમત કેટલી હશે. આ એક સફરજન એક ખાસ જાતિનું છે, જેને હુઆ નિયૂ કહેવામાં આવે છે. આની અંદર ઘણા એવા ગુણ હાજર છે જે આને કિંમતી બનાવે છે.

Nema Perennial Diamond Apple Dwarf Fruit Seeds-Black-30Pcs : Amazon.in:  Garden & Outdoors

બ્લેક એપલ ખાવાના ફાયદા

કાળા સફરજનમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વ હાજર હોય છે. આમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ, એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં મળે છે. આને ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે અને તમને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થતુ નથી. આ તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. આંખોની રોશની માટે પણ કાળુ સફરજન ખૂબ ફાયદાકારક છે. જોકે, તમે આની ખેતી ગરમ સ્થળો પર કરી શકો નહીં.

DISCLAIMER:
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે kaltak24news@gmail.com પર અમારો સંપર્ક કરો.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

AC માંથી આવી રહી છે ગરમ હવા તો,તમે હમણાં ફોલો કરો આ ટિપ્સ, કલાકોમાં જ ઠંડુ થઇ જશે રૂમ,વાંચો એક ક્લિક પર..

KalTak24 News Team

શું તમારા પરસેવાના કારણે વાળમાં ચીકાશ થાય છે?જો હા તો.. બસ આ કામ કરો અને વાળમાંથી ચીકાશ દૂર કરો…

KalTak24 News Team

તમારા ઓફિસ ડેસ્ક પર રાખો આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ, તમારા ટેબલની સુંદરતા વધશે,વાંચો એક ક્લિક પર..

KalTak24 News Team