IPLમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર ગુજરાત ટાઇટન્સની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે શરૂઆતથી છવાયેલી છે. GTની ટીમે 14 મેચમાં ફેરપ્લે અને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. કેપ્ટન અને લોકલ બોય હાર્દિક પંડ્યા વર્તમાન સિઝનમાં 188 ખેલાડીઓ પૈકી IPLનો પાંચમો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે. આ ઉપરાંત GTના અન્ય ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ ની વિવિધ કેટેગરીમાં ટોપ ટેનમાં છે.
GTને ચિયર અપ કરવા વડોદરાના અનેક ફેન્સે ફાઇનલ મેચની ટિકિટો ખરીદી
IPLની 15મી સીઝનની નવી ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન લોકલ બોય હાર્દિક પંડ્યા છે. હાર્દિક ના નેતૃત્વમાં ટીમ GTએ IPLમાં એન્ટ્રી કરી હતી. અત્યારસુધી શ્રેષ્ઠ પ્રદર્શનને GT આઇપીએલના છેલ્લા તબક્કા સુધી છવાયેલી રહી છે. GTએ 10 મેચ જીતી અને 4 હારી છે. GT પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. GT ટીમ 150 પોઇન્ટ સાથે ફેરપ્લેમાં પણ નંબર વન છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા 188 ખેલાડીઓ પૈકી IPLનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે. આ કેટેગરીમાં હાર્દિકના 246.5 પોઇન્ટ છે. હાર્દિકે વર્તમાન સિઝનમાં કુલ 453 રન કર્યા, 5 વિકેટ લીધી, 46 ફોર તથા 11 છક્કા ફટકાર્યા, 3 કેચ પકડ્યા અને 6 રન આઉટ કર્યા છે. કેપ્ટનશીપમાં ધોની અને કોહલી જેવા ધુરંધરો કરતાં પણ જુનિયર પંડ્યા આગળ છે. ઉલ્લેખનીય છે કે, IPLની ફાઇનલ રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. GTની ઠક્કર ફાઇનલમાં કઇ ટીમ સામે થશે ? તે ચિત્ર શુક્રવારે RR અને RCB વચ્ચે રમાનાર ક્વોલીફાયર-2 ખેડા પરિણામ બાદ સ્પષ્ટ થશે. જોકે, ફાઇનલ મેચમાં લાઈવ રોમાંચ સાથે GTને ચીઅર અપ કરવા વડોદરાના અનેક ફેન્સે ટિકિટો ખરીદી છે. GTના ફાઇનલ મેચના પ્રદર્શન પર હજારો ફેન્સની મીટ મંડાયેલી છે.
IPLમાં કેપ્ટન હાર્દિક પંડયા કઇ કેટેગરીમાં ક્યા નંબરે?
કેટેગરી – નંબર
મોસ્ટ 50 – 3
MVP – 5
મોસ્ટ રન – 5
મોસ્ટ ફોર – 7
હાઇયેસ્ટ સ્કોર – 20
મોસ્ટ ફોર ઇનિગ્સ – 26
મોસ્ટ સિક્સ – 40
મોસ્ટ સિક્સ ઇનિંગ્સ – 46
ફાસટેસ્ટ 50 – 54
બેસ્ટ બેટિંગ SR – 56
GTના ક્યા ખેલાડીઓ ઇ કેટેગરીના ટોપ ટેનમાં છે ?
રન-ડેવિડ મિલર-6, શુભમન ગિલ – 8
ફોર – શુભમન ગિલ – 3
ફોર ઇનિંગ – શુભમન ગિલ – 6
સિક્સ – ડેવિડ મિલર – 10
50 – શુભમન ગિલ-6, રિદ્ધિમાન સાહા – 9
હાઇવેસ્ટ સ્કોર – શુભમન ગિલ – 9
બેસ્ટ બેટિંગ SR – રશિદ ખાન – 3
બેસ્ટ બેટિંગ એવરેજ – ડેવિડ મિલર – ૨
વિકેટ – મોહંમદ શમી – 6, રશિદ ખાન – 7
ડોટ બોલ મોહંમદ શમી – 2
MVP – રશિદ ખાન – 6, મોહંમદ શમી – 9
GTના 3 ખેલાડીઓને ટીમ ઇન્ડિયાની ટી20 અને ટેસ્ટ ટીમમાં સ્થાન
ટીમ ઇન્ડિયાની ટી20 અને ટેસ્ટ ટીમમાં GTના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા સામે રમાનાર ટી20 હોમ સિરીઝમાં હાર્દિક, જ્યારે ઇંગ્લેન્ડમાં રમાનાર ટેસ્ટમાં શુભમન ગિલ અને મોહંમદ શમીની ચાર દિવસ અગાઉ જ પસંદગી થઈ હતી.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.