- દાદાના દરબારમાં ઐતિહાસિક હોળી-ધુળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ
Salangpur Dham in Biggest Holi Celebration 2025 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 14 માર્ચે 2025ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
VIDEO:
View this post on Instagram
પ.પૂ.શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા. આજે સવારે શણગાર આરતી બાદ હનુમાનજીને રંગો રમાડ્યા. ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કર્યું. આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવ્યો હતો. અહીં આવેલા ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોઈને ભગવાનની ભક્તિ રંગે રંગાયા હોય એવી અનૂભુતી થઈ. આજે 2 લાખ જેટલા ભક્તો દાદાના રંગે એક સાથે રંગાયા એવું અલૌકિક દૃશ્ય મંદિર પરિસરમાં જોવા મળ્યું હતું. પૂનમ અને ધૂળેટી છે અને ભક્તોનો અવિરત પ્રવાહ છે છતાં દાદાના દર્શન માટે કોઈને કંઈ તકલીફ પડી નથી. આ માટે છેલ્લાં કેટલાક દિવસથી મંદિરના સંતો અને ભક્તો દ્વારા માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું હતું. આ સાથે સરકારના દરેક વિભાગનો સહકાર પણ સરાહનીય રહ્યો હતો.
કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હતો ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કર્યો હતો. સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવ્યા હતા. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડ-ફુલોનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના સૌથી મોટા આ રંગોત્સવના આકર્ષણ :-
- હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે.
- મંગળા આરતી 5:૩૦ કલાકે પ. પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા- શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે પ. પૂ. શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
- સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 2 લાખથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા.
- 7 પ્રકારના 51 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.
- મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાયા,તો 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવાયો.
- આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે 50 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
- દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી.
* 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
* 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા.
* 10,000 જેટલા ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા. - દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ 10,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો હતો.
- હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ હતું.
- ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા. પ. પૂ. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, પ. પૂ. કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને લગભગ એક લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કર્યો હતો.
- હજારો હરિભક્તોએ દર્શન-આરતી-મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube