May 20, 2024
KalTak 24 News
Gujarat

Gujarat Foundation Day/આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ, PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ એ પાઠવી શુભેચ્છા

Gujarat Foundation Day

Gujarat Sthapna Divas: આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન: પીએમ મોદી

આ પ્રસંગે PM Modi અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં PM મોદી તથા CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સિદ્ધિઓને યાદ કરું છું. ગુજરાતના લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના. ઉદ્યોગ-સાહસિકતા, વિકાસના મૂલ્યો સાથે ગુજરાત સમૃદ્ધ થતું રહે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી

ગુજરાત સ્થાપના દિવસની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા છે. ગુજરાતની સ્થાપનામાં યોગદાન આપનાર સૌને વંદન છે. ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન. ગુજરાતની પુણ્યધરા પર દેવીતત્વના આશિષ છે. અહી સાધુ-સંતોનું તપોબળ, પ્રકૃતિની મહેર છે. સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. મહારાષ્ટ્રની રચના પણ એ જ દિવસે થઈ હતી. ગુજરાતી અને મરાઠી ભાષી લોકોની માંગને કારણે આ બે રાજ્યો બોમ્બે સ્ટેટમાંથી 1960માં બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ દ્વારા અલગ કરવામાં આવ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં દર વર્ષે રાજ્ય સ્થાપના સમારોહનું આયોજન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. ભાષાકીય રેખાઓ પર આ બે રાજ્યોના વિભાજન બાદ ગુજરાત હવે ગુજરાતી બોલતા વસ્તીનું ઘર છે. જ્યારે મહારાષ્ટ્ર મરાઠી ભાષી વસ્તીનું ઘર છે.

ગુજરાત દિવસનું મહત્વ

ગુજરાત દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુજરાતના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ અને પ્રગતિની ઉજવણી કરે છે. આ દિવસ ભારતના સામાજિક-આર્થિક ઘડતરમાં ગુજરાતના લોકોના યોગદાનને પણ સન્માનિત કરે છે. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને ઉદ્યોગ, વેપાર અને શિક્ષણથી સમૃદ્ધ છે. તે ગુજરાતનો વૈવિધ્યસભર ભાગ છે જે તેની એકતા- વિવિધતા અને શક્તિની ઉજવણી કરે છે. ગુજરાત દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ધ્વજવંદન સમારોહ, પરેડ અને મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રના ભાગરૂપે ગુજરાતની એકતા, વિવિધતા અને શક્તિને યાદ કરાવવાનો દિવસ છે.

 

Group 69

 

 

Related posts

Organ Donation in Surat: સુરતમાં વધુ એક અંગદાન,રાંક પરિવારે મોભીનું લીવર,બંને કીડની અને ચક્ષુઓનું દાન કરી સમાજને ચિંધ્યો નવો રાહ

Sanskar Sojitra

મહેસાણા/ સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે રચ્યો ઇતિહાસ, 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એકસાથે સૂર્યનમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team

પીએમ નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા