KalTak 24 News
ગુજરાત

Dilip Gohil : ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું થયું નિધન,ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, પત્રકાર જગતમાં શોક

Senior-journalist-Dilip-Gohil-passed-away-breathed-his-last-while-undergoing-treatment-at-a-hospital-in-Bhavnagar

Bhavnagar News: ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે. આજે વહેલી સવારે તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. દિલીપ ગોહિલ છેલ્લાં એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા.દિલીપભાઈના વિશ્લેષણથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા.દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. KalTak24 NEWS પરિવાર તરફથી દિલીપભાઈ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ… 

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલને થોડાક દિવસ પહેલાં સામાન્ય શરદી-ઉધરસ થઈ હતી. જે બાદ તેઓ 19મીજાન્યુઆરીએ આરામ કરવા માટે રાજુલા ગયા હતા. જે બાદ તેમની તબિયત બગડતા તેમને ભાગવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે તેમની તબિયતમાં સુધારો પણ હતો અને રિપોર્ટ પણ નોર્મલ હતા. આ પછી અચાનક રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી અને રાત્રે 12.30 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, દિલિપભાઈ ગોહિલના અંતિમ સંસ્કાર રાજુલા ખાતે કરવામાં આવશે.

અગ્ર ગુજરાતના શિલ્પી અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ (ઉમર 60)નું તારીખ 27 જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં અવસાન થયું છે. થોડા દિવસ પહેલાં વાયેલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘનિષ્ઠ સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ 27ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન , પુત્ર કુણાલ , પુત્રી કુંજ છે.

દિલીપની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી છે. પ્રિન્ટથી માંડી ડિજિટલ મીડિયા સુધી એમણે કામ કર્યું હતું. બહુ સારા અનુવાદક અને કવિ પણ હતા. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો ,સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે તેમણે કામ કર્યું હતું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું છે. એ ટેકનોલોજીના પણ અચ્છા જાણકાર હતા. શ્રેષ્ઠ સંપાદક ને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની નોખી ભાત રહી હતી. કર્મઠ ને નિષ્ઠાવાન , નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને ખોટ તો પડી છે.

 

 

Group 69

 

 

Related posts

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

KalTak24 News Team

ભાવેણા વાસીઓ માટે ખુશખબર TVS સોમ્યા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહાલોન કમ એક્સચેન્જ મેળોનુ આયોજન…

KalTak24 News Team

અમરેલી/ લાલાવદરમાં કુવામાંથી ત્રણનો મૃતદેહ મળ્યો,પતિ-પત્ની અને બહેનનો મૃતદેહ કુવામાંથી મળતા ખળભળાટ,પોલીસ તપાસમાં લાગી,જાણો એક ક્લિક પર

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા