ગુજરાત
Trending

આજથી નંબર પ્લેટ વગર શો-રૂમ સંચાલકો નહીં કરી શકે વાહનોની ડિલિવરી,વાહનચાલકોને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ

  • નંબરપ્લેટ વગરના નવા વાહનો નહીં મળે
  • શોરૂમ સંચાલકો વાહનો નહીં આપી શકે
  • નંબર પ્લેટ વગરના વાહનો નહીં આપી શકે

ગાંધીનગરઃ ગુજરાતના રસ્તાઓ પર હવે ટીસી નંબર પ્લેટ કે નંબર પ્લેટ વગરના વાહનો ભૂતકાળ થશે. આજથી શો-રૂમ સંચાલકો નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી કરી શકશે નહી. ગ્રાહકોએ પહેલા રજિસ્ટ્રેશન કરીને HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. ત્યાર બાદ ડિલર વ્હિકલ પર નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી કરી શકશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.

નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવતી કાલથી એટલે કે 14 મી સપ્ટેમ્બરથી નવા નિયમનો અમલ થશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.

હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી બહાર વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે. અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત 13 સપ્ટેમ્બર સુધી ખરીદેલા વાહનોની નંબરપ્લેટ માટે સંચાલકોએ આરટીઓમાં અરજી નહીં કરી હોય તો બીજા દિવસે અરજી સબમિટ કરી શકશે નહી. રાજ્યમાં અત્યાર સુધી વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ કરતા હતા. ડિલરો આરટીઓ ટેક્સ ભરી અને ઈન્સ્યોરન્સ ઉતારી માલિકોને વાહન સોંપી દેતા હતા. ડિલરો અનુકુળ સમયે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરતા હતા. બીજી તરફ આરટીઓ નંબર પ્લેટ લગાવ્યા વિના માત્ર નંબર પ્લેટ જ માલિકોને સોંપી દેતા હતા. આથી વાહન માલિકો એપ્લાય ફોર રજીસ્ટ્રેશનનું સ્ટીકર કે લખાણ લખી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા