ગુજરાતપોલિટિક્સ
Trending

Gujarat New CM Oath Ceremony : બીજી વખત મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ,કુલ 16 પ્રધાનોએ શપથ લીધા

Gujarat CM Bhupendra Patel Oath Ceremony: તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો જીતી હતી. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

જુઓ લાઇવ શપથવિધિ :

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી 5-5 ધારાસભ્યોએ શપથ લીધા જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 3-3 ધારાસભ્યોએ શપથ લીધા. આજે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક મળશે.

 

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

image 177

કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, ડો. કુબેર ડિંડોર અને ભાનુબહેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

image 178

હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સંભાળશે.

image 179

બચુ ખાબડ, મુકેશ પટેલ અને પુરુષોત્તમ સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

image 180

ભીખુભાઈ પરમાર, પ્રફુલ્લ પાનસેરીયા અને કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

NQLj9zQ5 image 173

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ સતત બીજી ટર્મ છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર હાજર છે.

કોણ કોણ છે આજના ખાસ મહેમાન
થોડીવારમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ બીજી વખત શપથ ગ્રહણ કરવાના છે. ભાજપની ઐતિહાસિક જીત બાદ ભુપેન્દ્ર પટેલના શપથ સમારંભને ખાસ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ શપથ સમારંભમાં હાજર રહેશે. તો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારંભમાં સામેલ થવા આવી ગયા છે. આ સાથે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ પણ આ શપથ સમારંભમાં ઉપસ્થિત છે. સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા સ્ટેજ પર મુખ્યમંત્રી અને શપથ લેનારા મંત્રીઓ સ્થાન ગ્રહણ કરશે. તો બીજા સ્ટેજ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જ્યારે ત્રીજા સ્ટેજ પર સાધુ-સંતોને સ્થાન આપવામાં આવશે.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button