શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની હાઇસ્કૂલોનું દિવાળી વેકેશન જાહેર કર્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાનું વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. નિયામક કચેરીએ તમામ ડીઇઓ-ડીપીઇઓને ઉદ્દેશીને લખેલા પરિપત્ર મુજબ પ્રાથમિક શાળાઓમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધીનું કુલ 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. જેથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પણ સમાન વેકેશનની તારીખ જાહેર કરી છે.
રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખ મુજબ રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે પણ દિવાળી વેકેશન નક્કી કરાયું છે.
આ પણ વાંચો :-
- હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરતની 300 થી વધુ સંસ્થા નું સન્માન સમારોહ
-
WhatsApp Message મોકલ્યા બાદ પણ કરી શકાશે એડિટ, જાણો આ ફિચર વિશે ?
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp