CM Bhupendra Patel’s son Anuj Patel Health Update: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના પુત્ર અનુજ પટેલ (Anuj Patel Health Update)ની તબિયત મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અનુજ પટેલ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને તેમનો વેન્ટિલેટરનો સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મુંબઈ (Mumbai)ની હિન્દુજા હોસ્પિટલ (Hinduja Hospital) દ્વારા અનુજ પટેલના લેટેસ્ટ હેલ્થ અપડેટ (Anuj Patel Latest Health Update) જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુજા હોસ્પિટલે બહાર પાડેલા બુલેટિનમાં જણાવાયું છેકે, ગુજરાતના મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલના રોજ બ્રેઇન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જન દ્વારા તેમને સ્થિર કરવા માટે જરૂરી ઇમરજન્સી ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ અનુજ પટેલને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા પી.ડી. હિન્દુજા હોસ્પિટલ, મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડો.બી.કે. મિશ્રાએ 1લી મે 2023ના રોજ જરૂરી સારવાર કરી હતી.
સર્જરી અને સારવાર બાદ અનુજ પટેલ હવે સ્વસ્થ છે. તે વાતચીત કરે છે, કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યો છે. આજે કરવામાં આવેલો સીટી સ્કેન સંતોષકારક છે. તેની વાઈટલ સ્ટેબલ છે. તેમ છતાં, રિકવરીમાં હજી સમય લાગી શકે છે. જોકે જે હેલ્થ કન્ડિશનમાં તેમને હિન્દુજા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તેના કરતા હાલ તેમનું સ્વાસ્થ્ય ઘણું સુધારા પર છે. અનુજ પટેલનેને હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યાં છે અને ટૂક સમયમાં અન્યત્ર ખસેડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 30 એપ્રિલના રોજ અનુજ પટેલને બ્રેઈન હેમરેજ થયુ હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર બાદ 1 મે ના રોજ અમદાવાથી એરલિફ્ટ કરી વધુ સારવાર અર્થે મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ ડોકટરોની સલાહ મુજબ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
જેમાં આજે મંગળવારેના રોજ તેમને ફિઝિયોથેરાપીની સારવાર અર્થે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની એચએલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં તેમને અંદાજે પંદર દિવસ ફિઝિયોથેરાપીની સારવાર આપવામા આવશે. ત્યારબાદ બાદ તેમને અમદાવાદ લાવવામાં આવશે, અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં કરવામાં આવશે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ