December 6, 2024
KalTak 24 News
Gujarat

BIG BREAKING: ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો સુરત

GSEB SSC Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)નું ધોરણ 10 એટલ કે SSCનું પરિણામ જાહેર થઈ ગયું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું.

નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ અગાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 % છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 10ના લગભગ 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર કરાયા છે.

જોકે આજે માત્ર પરિણામ જાહેર કરાય છે જ્યારે માર્કશીટ થોડા દિવસોમાં આપવામાં આવી શકે છે. આ વખતે રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

માર્ચમાં પરીક્ષા લેવાઈ હતી  

ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ  હતી. આજે  સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થયું . રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે.  હવે ધોરણ 12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. 

વોટ્સએપ પર મેસેજ કરીને જાણી શકશો પરિણામ

મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) નાખીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ધોરણ 10ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.

GSEB SSC/HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ

સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.

સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

ધોરણ 10નું 64.62 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ  95.92 ટકા આવ્યું છે.  જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.  

સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ
રાજ્યમાં આ વર્ષે કુલ 7.34 લાખ નિયમિત વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી. જેમાંથી આ વર્ષે 6111 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. તો સતત બીજા વર્ષે સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે, તો દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ આવ્યું છે.

157 શાળાનું 0 ટકા પરિણામ
આ વર્ષે 272 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે આ સંખ્યા 294 હતી. જ્યારે 1084 શાળાઓનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું આવ્યું છે. તો 157 શાળામાં એકપણ વિદ્યાર્થી પાસ થયા નથી અને તેમનું 0 પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

માતૃભાષામાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ
આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે. ગુજરાતી ભાષામાં 625290 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 529004 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે 15.40 ટકા વિદ્યાર્થી માતૃભાષામાં નાપાસ થયા છે. તો બેસિક ગણિતામાં સૌથી વધુ 1.96 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

વિદ્યાર્થીનીઓએ એકવાર ફરી મારી બાજી

એકવાર ફરી ધોરણ 10 ની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો 59.58 ટકા પરિણામ તો વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ આવ્યું છે. 6,111 વિદ્યાર્થીઓએ A1 અને 44,480 વિદ્યાર્થીને A2 ગ્રેડ મેળવ્યો છે. બીજી તરફ જો રાજ્યની શાળાઓના પરિણામની વાત કરીએ તો કુલ 157 શાળાઓ એવી છે કે જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ શૂન્ય ટકા પરિણામવાળી શાળા વધી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં GSEB SSC 10મા ધોરણનું રિઝલ્ટ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.

રિપીટર પરીક્ષાર્થીઓનું 17.30 ટકા પરિણામ આવ્યું

ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 7,41,411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,34,898 પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 4,74,893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,65,690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,58,623 પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27,446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

કોણે કરી હતી પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા, જાણો તેની પાછળની લોકવાયકા અને તેનું મહત્વ

Sanskar Sojitra

અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં સ્ટીમ પ્રેસર પાઇપ ફાટતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ, 4 કામદારોના ઘટના સ્થળે મોત

KalTak24 News Team

રાજકોટ/ ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

KalTak24 News Team
advertisement