June 21, 2024
KalTak 24 News
Bharat

ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી,ISIS સાથે સંકળાયેલા લોકોની કરાઈ ધરપકડ ! જાણો સમગ્ર મામલો

ATS Porbandar
  • પોરબંદરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન
  • ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4ની ધરપકડ
  • સુરતની સુમેરા નામની મહિલા પણ ઝડપાઈ
  • ATS હજુ પણ એક વ્યક્તિની કરી રહી છે શોધખોળ

Porbandar News: પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ છુપાયેલા ઓપરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાંથી 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમાયરા બાનો છે, જ્યારે અન્ય સુરતના રહેવાસી ઝુબેરની શોધ ચાલી રહી છે.આ મહિલા ISKP સાથે સંપર્ક ધરાવતી હોવાની વાત સામે આવી છે. આ મહિલા પાસેથી ATSની ટીમને ચાર મોબાઇલ પણ મળ્યા છે.આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.આજે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વધુ માહિતી મળે એવી શક્યતા છે.

ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી
પોરબંદમાં ગુજરાત ATSએ ગઇકાલથી ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપેન ભદ્રન સહિતના અધિકારીઓનો મસમોટો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો. જ્યાંથી ATSએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યુ છે. ATSએ પોરબંદરમાંથી 4 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ ધરાવતા હોવાનું ખુલ્યુ છે. ATSના ડીઆઇજી દિપેન ભદ્રન સહિતના અધિકારીઓના ગઇકાલથી પોરબંદરમાં હતા.

વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત
ATSના DIG દીપન ભદ્રન, SP સુનિલ જોષી, DYSP કે.કે. પટેલ, DYSP શંકર ચૌધરી સહિતના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓનો સ્ટાફ પોરબંદરમાં પહોંચ્યો હતો. ATSની વિશેષ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી. ત્યારે ATS દ્વારા આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. વિદેશી નાગરિક સાથે સંકળાયેલી તમામ સ્થાનિક વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. આજે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે કરી જાહેરાત શકે છે.

ચારેય લોકો પર નજર રાખવામા આવી રહી હતી
ગુજરાત એટીએએસ એ ફરી રાજ્યમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એક મહિલા સહિત ચાર લોકોને પોરબંદરથી પકડ્યા છે. જ્યારે અન્ય એક શખ્સને પકડવા માટે ટીમ છાપામારી કરી રહી છે. સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો ISIS ના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISIS સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા. ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી સુનિલ જોશીની આગેવાનીમાં મોડી રાતથી પોરબંદરમાં ઓપરેશન ચાલી રહ્યુ હતું. ગત કેટલાક સમયથી એટીએસને ઈનપુટ મળ્યા હતા, જેના બાદ તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા હતા. તમામ પર લાંબા સમયથી નજર રાખવામા આવી રહી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુમેરા નામની સુરતની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. ATSના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. ચારેય ISISમાં જોડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. માનવામાં આવી રહ્યુ છે કે, તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા.

શુક્રવારે સવારે ગુજરાત ATSની ટીમ અચાનક જ પોરબંદર પહોંચી હતી. જેના કારણે શહેર પોલીસ પણ દોડતી થઈ ગઇ હતી. ATSની ટીમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ઓફિસે આવી પહોંચી હતી.જે બાદ સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ પોરબંદર પોલીસના અધિકારીઓ પણ અહી હાજર થઇ ગયા હતા.

અગાઉ અમદાવાદમાંથી ISISના 3 લોકો પકડાયા હતા
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ગુજરાત ATSએ અમદાવાદમાંથી પણ ISISના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ત્યારે હવે પોરબંદરમાંથી ISISના સક્રિય ગ્રુપના ચાર જેટલા સભ્યો પકડાતા આતંકી ગતિવિધિઓનો ખુલાસો થયો હતો. ત્યારે આગામી સમયમાં ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

નોંધ: અન્ય ન્યૂઝ એજન્સી ના સોર્સ

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર:આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Sanskar Sojitra

Uttarakhand: ઉત્તરાખંડની મુલાકાતે વડાપ્રધાન મોદી,પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા અર્ચના,પીએમ મોદીએ દર્શન કરીને તસવીરો શેર કરી

KalTak24 News Team

VIDEO: શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, બહેનો ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- ‘ભૈયા અમે તમને વોટ આપ્યો હતો’

KalTak24 News Team