KalTak 24 News
ગુજરાત

અનોખા લગ્ન/ બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશા સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી,કન્યા પક્ષે ઓર્ગન ડૉનેટના પ્લેકાર્ડ સાથે કર્યુ સ્વાગત,VIDEO

Organ Donation Message In Marriage

Amreli Marriage News: લગ્નમાં(Marriage) વરરાજાની એન્ટ્રી માટે હાલમાં સમયમાં ખાસ બજેટ હોય છે. બધાથી અલગ કરવાના ભાવ સાથે વર વધુ અવનવા અખતરા અને કરતબ કરતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર(Saurashtra)ના મોટા મુંજિયાસર ગામમાં યોજાયેલા એક લગ્નમાં પણ વરરાજાએ બે ઘોડા પર એક એક પગ રાખીને અલગ જ અંદાજ સ્ટાઈલમાં એન્ટ્રી મારી હતી. પણ ચારેબાજુ ચર્ચા હતી એ એન્ટ્રી સાથે વરરાજાના હાથમાં રહેલા મેસેજની થઇ રહી છે. હાર્ટ શેઇપના એ પ્લે કાર્ડમાં અંગદાન(Organ Donation) જાગૃતિ અંગે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો.

WhatsApp Image 2023 12 01 at 6.11.24 PM scaled

માહિતી મુજબ, તારીખ 1 લી ડિસેમ્બરે ભરૂચથી(Bharuch Marriage) પાર્થ જગદીશભાઈ વાડદોરિયાની જાન મોટા મુંજીયાસર ગામે જવા નીકળી હતી. જાનમાં જાનૈયાઓએ પોતાની પાસે અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ રાખ્યા હતા. જાન જ્યારે ગામ પહોંચી ત્યારે વરરાજા આકર્ષક વરઘોડો નીકળ્યો હતો.

VIDEO (વિડીયો):

 

જે ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કેમ કે વરરાજા બે ઘોડા પર એક એક પગ રાખીને નીકળ્યા હતા અને હાથમાં દિલ શેઇપ માં એક પ્લે કાર્ડ હતું જેમાં સાત ફેરાના સાત સંકલ્પ પહેલા એક સંકલ્પ લીધો હતો. ‘ હા, હું ઓર્ગન ડોનર છું. ‘ જાનૈયાઓને હાથમાં પણ આવાજ પ્લે કાર્ડ હતા.

WhatsApp Image 2023 12 01 at 6.11.28 PM scaled

આવી રીતે ભવ્ય જન માંડવે પોહચી હોય તો પછી વેવાઈ પક્ષ કેમ પાછળ રહે એમણે પણ પ્લે કાર્ડ સાથે રાખીને જાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કન્યા પણ સ્વાગતમાં સહર્ષ જોડાઈ હતી. સૌથી અગત્યની વાત એ હતી કે, વર કન્યા અને એના પરિવાર સિવાય લગ્નમાં હાજર રહેલા હર કોઈએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા.

WhatsApp Image 2023 12 01 at 6.11.26 PM scaled

અત્રે નોંધનીય છે કે, આ વર વધુની લગ્નની કંકોતરીમાં પણ અંગદાન જાગૃતિ મેસેજ લખાયો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાએ જણાવ્યું કે આ યુગલે પહેલા કંકોતરીમાં અને બાદમાં લગ્ન સમયે પણ અંગદાનનો મેસેજ ફેલાવીને લગ્ન જેવી પવિત્ર પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

PAAS દ્વારા પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા પદયાત્રાનું આયોજન,રાજકીય નેતા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા

Sanskar Sojitra

બનાસકાંઠા/ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટ્યો, ટ્રેક્ટર અને રીક્ષા દટાયા,ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

KalTak24 News Team

BREAKING NEWS/ ગુજરાતમાં ભારે વરસાદ બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં સ્થિતિનો મેળવ્યો તાગ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા