વિશ્વ
Trending

Google ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલશે, PM મોદીને મળ્યાં બાદ CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત

PM Modi In US: ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ(Sundar Pichai) જાહેરાત કરી છે કે ગુગલ ગુજરાતમાં તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે. શુક્રવારે વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર આ સેન્ટર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં(GIFT City) ખોલવામાં આવશે.

PM મોદીને મળવું સન્માનની વાત
સુંદર પિચાઈએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે “યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન PM મોદીને મળવું એ સન્માનની વાત હતી. અમે વડા પ્રધાન સાથે શેર કર્યું હતું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે GIFT સિટી, ગુજરાતમાં અમારા વૈશ્વિક ફિનટેક ઑપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરી રહ્યા છીએ.

PM મોદીનું વિઝન સમય કરતાં આગળ
પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનની પ્રશંસા કરતા પિચાઈએ કહ્યું કે આ એક બ્લુ પ્રિન્ટ છે જેને અન્ય દેશો અપનાવવા માંગે છે. ડિજિટલ ઈન્ડિયા માટે વડા પ્રધાનનું વિઝન તેમના સમય કરતાં ઘણું આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જે અન્ય દેશો કરવા માગે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button