December 6, 2024
KalTak 24 News
Business

ચંદી પડવામાં સુરતની ઘારી લગાવશે ચાર ચાંદ, 24 કેરેટ સોનાના વરખની બની ‘ગોલ્ડન ઘારી’

સુરત (Surat) : કોરોનાકાળ બાદ હવે મોંઘવારીમાં પણ સુરતીઓએ ચંદી પડવાની ઉજવણી અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સુરત (Surat)ના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારી (Ghari)ગોલ્ડને નવીન રૂપ આપવામાં આવ્યું છે અને આ રૂપ છે સોનાના વરખનું. રાજા રજવાડા તેઓના સમયમાં સુવર્ણ ભસ્મ વાપરતા હતા. જેનાથી પ્રેરિત થઈને આ ગોલ્ડન ઘારી (Golden Ghari) બનાવવામાં આવી છે.

સુરતમાં સોનાની વરખ વાળી ગોલ્ડન ઘારી તૈયાર કરાઇ
સુરતની ઘારી આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને આ વખતે ચંદી પડવો સોનેરી બનવા જઈ રહ્યો છે. કારણકે સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતા 24 કેરેટ દ્વારા સોનાના વરખ વાળી ગોલ્ડન ઘારી(Golden Ghari) તૈયાર કરાઈ છે. સુરતીઓએ ખાણી પીણીમાં ક્યારેય સમય જોયો નથી એ વાતનો સાક્ષી સુરતનો ઈતિહાસ છે. સુરતના મીઠાઈ વિક્રેતા રાધાબેન મીઠાઇવાલાના જણાવ્યા અનુસાર સુરતમાં હાલ કેસર પિસ્તા ફ્લેવરમાં આ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે જ્યારે હવે ચંદી પડવો છે ત્યારે અનેક ઇન્કવાયરીઓને પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હાલ 10 કિલોગ્રામ ગોલ્ડન ઘારી(Golden Ghari) બનાવવામાં આવી છે.

People Will Eat Gold Ghari In Surat Which Is Called Gold Statue

ઘારીમાં શુધ્ધ ઘી અને ડ્રાયફ્રુટનો ઉપયોગ
આ ઘારી(Ghari)ની બનાવટમાં ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે ઘારી પર સોનાની વરખ ચડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે મંદી અને મોંઘવારી વચ્ચે પણ અમેરિકામાં 25 કિલો જેટલી ગોલ્ડન ઘારી લગ્નપ્રસંગે મોકલવામાં આવી છે.

10 દિવસ સુધી ઘારી બગડતી નથી
પ્રાચીન કાળમાં આયુર્વેદની દ્રષ્ટિએ સોનાની ભસ્મ એટલે કે સોનાના વરખને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવતી હતી. જેથી જે તે સમયે રાજા રજવાડાઓના સમયમાં સુવર્ણ ભસ્મનો ઉપયોગ જોઈને ગોલ્ડન ઘારી બનાવાઈ છે અને 10 દિવસ સુધી આ ઘારી(Ghari) બગડ્યા વગર રહી શકે છે. સુરતની ઘારીની ડિમાન્ડ ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે.

ઘારી લેવા લોકોનો ધસારો
સુરતીઓ તો ચંદીપડવા નિમિતે ઘારી(Ghari) અને ભુસું ખાઈને ઉજવણી કરે જ છે. જેને પગલે મીઠાઈની દુકાનો પર ઘારી લેવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. અહીં સામાન્ય ઘારી ખરીદવા આવતા ગ્રાહકો પણ આ ગોલ્ડન ઘારી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી રહી છે. પરંતુ નવા આવનારા ગ્રાહકો માટે આ ગોલ્ડન ઘારી એક સરપ્રાઈઝ સાબિત થાય છે.

People Will Eat Gold Ghari In Surat Which Is Called Gold Statue

9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી
ગોલ્ડન ઘારીની ડિમાન્ડ એટલી છે કે દર વર્ષે સુરત શહેર ઉપરાંત આસપાસના શહેરોમાં 50 કિલો થી વધુ ઘારી વેચાય છે. આટલો ઊંચો ભાવ હોવા છતાં સુરતીઓ ચંદીપડવાની ઉજવણી માટે આ ઘારી ખરીદીને ખાય છે. હાલ 9000 રૂપિયા પ્રતિ કિલોએ ઘારી વેચવામાં આવી રહી છે.

People Will Eat Gold Ghari In Surat Which Is Called Gold Statue

અન્ય દેશોમાંથી પણ ઓર્ડર
સુરતની ઘારી આમ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે આ મીઠાઈ વિક્રેતા દ્વારા ઓનલાઈન પણ ઓર્ડર લેવામાં આવે છે. જેને પગલે વિદેશમાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ઓનલાઈન ઓર્ડર કરીને પણ અન્ય ઘારી સાથે ગોલ્ડન ઘારી પણ મંગાવી રહ્યા છે અને આ વર્ષે બે વર્ષ બાદ સુરતીઓ લાખો રૂપિયાના ભુસુ અને ઘારી ચંદી પડવા નિમિત્તે આરોગી જશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

મુકેશ અંબાણીએ ખરીદ્યો આ મોટી કંપનીનો ઈંડિયન બિઝનેસ, કરોડોમાં થઈ છે ડીલ.

KalTak24 News Team

1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો,આધાર, આઈટી સહીતના બદલાવોનું લિસ્ટ તાત્કાલિક વાંચી લો,નહીંતર પડશે મુશ્કેલીઓ

KalTak24 News Team

Anant Ambani and Radhika Merchant Wedding/ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ સામે આવી,મુંબઈના આ ખાસ સ્થળે ફેરા ફરશે કપલ;જાણો મહત્ત્વની જાણકારી

KalTak24 News Team
advertisement