Victory of Ganiben Thakor in Banaskantha:ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. 2024 ના લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 26 માંથી 26 બેઠક જીતવાની હેટ્રિક પર બનાસકાંઠાની બેન ગેની બેન ઠાકોરે બ્રેક લગાવી દીધી છે. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા બનાસ ની બેન ગેનીબેન તેમજ બનાસ અને બેનનું મામેરુ ભરવાનું છે તેવું કહીને પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ભવ્ય જીત મળી છે
ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 23,000 થી વધુ વોટ થી હરાવી દીધા છે ત્યારે ભાજપને મોટો ફટકો મળ્યો છે બીજી રીતે કહીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના હોમ ટાઉન માં જ હાર નો સામનો કરવો પડ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બનાસકાંઠા સીટ કોંગ્રેસ માટે વોટ ફેવરિટ માનવામાં આવી રહી હતી ત્યારે જનતા જનાર્દને વિશ્લેષકોની વાત સાચી ઠેરવી છે.
પાર્ટીનું નામ | ઉમેદવારનું નામ | કેટલા મત મળ્યા? |
ભાજપ | ડો. રેખાબેન ચૌધરી | 628824 |
કોંગ્રેસ | ગેનીબેન ઠાકોર | 662630 |
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થયા, શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા.
અમારી બહેન ગેનીબેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન .
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2024
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube