રાષ્ટ્રીય
Trending

પીએમ મોદીના G20 સમિટને સંબોધન દરમિયાન દેશના નામમાં “ઈન્ડિયા”ની જગ્યાએ “ભારત” વાળી નેમ પ્લેટે ખેંચ્યું બધાનું ધ્યાન,જુઓ શું કહ્યું

G20 Summit 2023: G20 સમિટની શરૂઆતમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો, એ બાદ કહ્યું કે, 'વર્ષો જૂના પડકારો આપણી પાસેથી હવે નવા ઉકેલની માંગ કરી રહ્યા છે. '

  • G20 સમિટની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહી આ વાત 
  • જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે
  • PM મોદીના ટેબલ પર દેશના નામમાં ‘ભારત’ લખવામાં આવ્યું

‘Bharat’ on display as PM Modi addresses G20 Summit: G20 સમિટ માટે વિશ્વભર લગભગ તમામ મોટા નેતાઓ નવી દિલ્હી પહોંચી ગયા છે. G20 સમિટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજે એટલે કે શનિવારે સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં G20 સમિટને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી આગળ રાખવામાં આવેલી નેમ પ્લેટમાં દેશનું નામ ‘ભારત’ દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવેલા વીડિયો અને ફોટામાં ‘ભારત’ દર્શાવતું પ્લેકાર્ડ દેખાય છે.

  • દિલ્હીમાં G20 સમિટની શરૂઆત થઈ ગઈ છે પણ અંહિયા એક વાત નોંધ લેવા જેવી એ છે કે PM મોદીના ટેબલ પર દેશના નામમાં ‘ઈન્ડિયા’ ની જગ્યાએ ‘ભારત’ લખવામાં આવ્યું છે.

PM મોદીએ કહ્યું, “ભારતનું G20 પ્રેસિડેન્સી દેશની અંદર અને બહાર ‘સબકા સાથ’નું પ્રતીક બની ગયું છે. આ ભારતમાં લોકોનું G20 બની ગયું છે અને દેશભરમાં 200થી વધુ બેઠકો યોજાઈ હતી.”

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું મોરોક્કોમાં ભૂકંપથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વ સમુદાય આ મુશ્કેલ સમયમાં મોરોક્કોની સાથે ઉભો રહે. અમે તેમને શક્ય તમામ મદદ કરવા તૈયાર છીએ. PM એ G-20 ના અધ્યક્ષ તરીકે તમામ દેશોનું સ્વાગત કર્યું અને પછી ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે,

જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે
‘આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ છે. તેના પર પ્રાકૃતિક ભાષામાં એક વાત લખી છે. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ભૂમિએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો કે માનવતાનું કલ્યાણ અને સુખ હંમેશા સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંદેશને યાદ કરીને G20 ની શરૂઆત કરો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે. તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવું પડશે.

કોરોના પછી સૌથી મોટું સંકટ વિશ્વાસના અભાવનું ઉભું થયું છે. યુદ્ધે આ સંકટને વધુ ઊંડું બનાવ્યું છે. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ, ત્યારે પરસ્પર ચર્ચાથી વિશ્વાસના સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય છે આપણે બધા સાથે મળીને આગળ વધવાનો.

હવે જી 20 જી 21 બની જશે

હવેથી જી 20ને જી 21 કહેવાશે. આફ્રીકન યૂનિયનને સ્થાયી સદસ્યતા મળી ગઈ છે. ભારતે ખુદને ગ્લોબલ સાઉથના લીડર તરીકે સ્થાપિત કર્યું છે. આફ્રિકન યૂનિયનમાં 55 દેશ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે, આફ્રિકન યૂનિયન જી 20ને સ્થાયી સદસ્યતા આપવામાં આવે. આપ સૌની સહમતિથી આગળની કાર્યવાહી શરુ કરતા પહેલા આફ્રિકન યૂનિયનને સદસ્ય તરીકે આમંત્રિત કરુ છું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા