June 23, 2024
KalTak 24 News
Gujarat

સુરતના માંગરોળમાં મોટી દુર્ઘટના-GIDCમાં ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી 4 કામદારોના મોત

GAS LEAK ACCIDENT
  • સુરત: ગેસ ગળતરથી 4 કામદારોના મોત
  • માંગરોળના મોટા બોરસરા ગામની દુર્ઘટના
  • નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરથી 4ના મોત

4 workers die in Surat: સુરતમાં ગેસ ગળતરની મોટી દુર્ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સુરતના માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની આ શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો.

image

કીમ GIDCમાં મોટી દુર્ઘટના બની છે. નિલમ ઈંડસ્ટ્રીઝમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેમિકલ ભરેલુ ડ્રમ ખોલતાની સાથે જ આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતા. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તમામના મૃતદેહો કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Untitled 19

કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા.

મૃતકના નામ:

  1. ઇમ્તિયાઝ અબ્દુલ શેખ – ઉમર 45
  2. અમીન પટેલ – ઉમર 22
  3. અરુણ – ઉમર 22
  4. રઘાજી – ઉમર 54

 

Related posts

જામનગર/ આઇસ્ક્રીમ બાદ હવે Pizza માંથી વંદો નીકળ્યો,U.S પિઝા સ્ટોરની ચોંકાવનારી ઘટના,વીડિયો વાઇરલ થતાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી

KalTak24 News Team

સુરત: માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો,ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીના ગળામાં દોરી પર સૂકવેલો ગમછો ભરાઈ જતાં મોત

KalTak24 News Team

BREAKING/ ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો,રોહન ગુપ્તાનું પાર્ટીમાં તમામ પદો પરથી રાજીનામું;અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇન્કાર

KalTak24 News Team