Breaking News : સુરતની જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ,ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર મેળવ્યો કાબૂમાં,VIDEO
સુરતના વરાછામાં બોમ્બે માર્કેટમાં આગ, ફાયરની ટીમની 10 ગાડીઓ સ્થળ પર જવા રવાના, માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો આવેલી છે

- સવારે 9 વાગે આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ
- ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર
- માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે
Fire in Surat Bombay Market: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની માર્કેટમાં ભીષણ આગ(Fire લાગી હતી.આગની જાણકારી મળતા પાંચ ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતના બોમ્બે માર્કેટમાં આવેલી છે 500 જેટલી દુકાન
સુરતમાં આજે વહેલી સવારે જૂની બોમ્બે માર્કેટમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનો આવેલી છે. અહીં લગભગ 500 દુકાનો આવેલી છે. ત્યારે વેપારીઓ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી, મુજબ ફાયર વિભાગને જૂની બોમ્બે માર્કેટ પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સાડીની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને લઈને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર વિભાગનો કાપોદ્રા, પુણા, માન દરવાજા, ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સુરત બોમ્બ માર્કેટમાં આગ..
— Kaltak24 News (@KalTak24News) October 3, 2023
એક દુકાનમાં લાગી ભીષણ આગ
પ્રથમ માળે આગથી દોઢ કરોડ રૂપિયાનું નુકશાન
Source: Viral Video@sanskar_sojitra pic.twitter.com/U6PdwGIDwL
શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
પ્રાપ્ત માહિતી મુજબ,સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં નંદીની નામની દુકાન આગ લાગી છે. અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે વેપારીઓ આગની ઘટનાની જાણતા જ સ્થળ પર જ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યુ હતો. વેપારીઓનું કહેવુ છે કે ટાંકીમાં પાણી ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ થઇ હતી અને આગ બુઝાઇ શકાઇ ન હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.
વેપારીઓએ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લગાવ્યા આક્ષેપ
ફાયર બ્રિગેડની લગભગ પાંચ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનની અંદરનો સામાન બળીને ખાક થઇ ગયો છે. અંદાજે વેપારીને એક કરોડ રુપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજો છે. તો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટમાં ફાયર કંટ્રોલના સાધનો ન હોવાના પગલે આગુ બુઝાવવાની કામગીરીમાં હાલાકી પડી રહી છે.
જે દુકાનમાં આગ લાગી તે દુકાનમાં તો મોટું નુકસાન છે, પરંતુ હાલ માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, તહેવારને પગલે માર્કેટમાં સેલ લાગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે, ત્યારે જ્યાં સુધી માર્કેટ ક્લિયર નહીં થાય ત્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ચોક્કસ વેપારીઓને નુકસાન પહોંચશે. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફાયરના અધિકારીએ જણાવ્યું છે કે, મોટી આગ હતી. ધુમાડો એટલો બધો હતો કે સમજાતું જ નહોતું કે આગ અને ધુમાડો ક્યાં જઇ રહ્યો છે. ફોર્સ એન્ટ્રી કરીને ફાયર ફાયટીંગ કરી છે. હાલ આગ કાબૂમાં છે. કાપડ માર્કેટની આગ એટલે ભયંકર હોય છે કેમ કે તેમાં પેટ્રો કેમિકલનો સામાન હોય છે. તે કાપડ પેટ્રો કેમિકલમાં આવે છે. તેને કાબૂમાં લેવા માટે ઘણો સમય લાગતો હોય છે.
વેપારી નરેન્દ્ર દવેએ જણાવ્યું હતું કે, આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દર્ઘટના બનતા ટળી ગઈ છે. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને ફાયરને મદદ કરી હતી. જેને પગલે આગ વધુ પ્રસરતા રોકી હતી. આગ વધુ પ્રસરે તેમ હતું પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી હતી. તેમજ અમારી માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube