પોલિટિક્સ
Trending

CBI કરશે મનીષ સિસોદિયાની પૂછપરછ, ઘરની બહાર કલમ ​​144 લાગુ

દિલ્હીમાં કેજરીવાલ સરકાર સામે એક્સાઈઝ કેસમાં વિવાદ અટકતો જણાતો નથી. આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને આજે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સીબીઆઈએ સિસોદિયોની ધરપકડ કરવા માટે બોલાવ્યા છે.

મનીષ સિસોદિયા સીબીઆઈ હેડક્વાર્ટર જતા પહેલા આમ આદમી પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. સિસોદિયાએ પહેલા કહ્યું હતું કે તેમની તૈયારી મારી ધરપકડ કરવાની છે. ઘરમાં તપાસ કરી, ગામમાં તપાસ કરી પણ કશું મળ્યું નહીં. સમગ્ર મામલાને ખોટો અને પાયા વિહોણો ગણાવતા તેમણે કહ્યું કે તેઓ મને જેલમાં પુરવા માટે આ કરી રહ્યા છે જેથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યુટી સીએમએ કહ્યું કે ગુજરાતમાં શાળાની હાલત ખરાબ છે. યુવા બેરોજગાર છે.

સિસોદિયા જ્યારે પૂછપરછ માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે માતાએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

સિસોદિયાએ લખ્યું- મને ખોટા કેસમાં ફસાવી રહ્યા છે

સીબીઆઈ ઓફિસ જતા પહેલા મનીષ સિસોદિયાએ અનેક ટ્વીટ કર્યા છે. સિસોદિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મારી વિરુદ્ધ સંપૂર્ણ રીતે ખોટો કેસ બનાવીને તેઓ મારી ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યા છે. હું આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનો હતો. આ લોકો ગુજરાતને ખરાબ રીતે ગુમાવી રહ્યા છે. તેમનો હેતુ મને ગુજરાત ચૂંટણી પ્રચારમાં જવાથી રોકવાનો છે. સિસોદિયાએ વધુમાં લખ્યું છે કે તેમની તૈયારી મારા પર ખોટો કેસ કરીને મારી ધરપકડ કરવાની છે.

ઘરેથી સિસોદિયા ખુલ્લી છતવાળી કારમાં રાજઘાટ જવા રવાના થયા હતા. કાર્યકર્તાઓ પણ સાથે હતા, વચ્ચે એક જગ્યાએ કાર રોકી અને કહ્યું- હું બલિદાન આપવા તૈયાર છું.

તેમણે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં ભાજપ હારી રહી છે, તેથી તેઓ મને જેલમાં ધકેલી દેશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગુજરાતની ચૂંટણી સામાન્ય માણસ લડી રહ્યો છે. આ પહેલા મનીષ સિસોદિયા ઘરેથી તિલક લગાવીને મીઠાઈ ખાઈને અને હસતા હસતા સીબીઆઈ ઓફિસ માટે રવાના થયા હતા. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ મનીષ સિસોદિયાના ઘરે પહોંચ્યા હતા.

મનીષ સિસોદિયાએ રાજઘાટ પર બાપુને નમન કર્યા
ઉલ્લેખનીય છેકે મનીષ સિસોદિયા પૂછપરછ પહેલાં આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ AAPના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા અહીં તેમણે મહાત્મા ગાંધીને નમન કર્યા છે. સિસોદિયાએ આની પહેલા કહ્યું હતું કે આ લોકોની તૈયારી મારી ધરપકડ કરવાની છે. ઘરમાં દરોડા પાડ્યા પરંતુ એમને કઈ મળ્યું નહોતું. તેમણે સમગ્ર કેસને નકલી જણાવી કહ્યું કે આ મને જેલ ભેગો કરવાનું ષડયંત્ર છે. જેનાથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યૂટી CMએ કહ્યું કે ગુજરાતમાં શાળાઓની સ્થિતિ ખરાબ છે. યુવાનો બેરોજગાર બેઠા છે.

CBI પૂછપરછ કરે તે પહેલા AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

મનીષ સિસોદિયાના નિવાસ સ્થાન પાસે કલમ 144 લાગૂ

હંગામાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સીબીઆઈ હેડક્વાર્ટર પાસે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં મનીષ સિસોદિયાના ઘરની આસપાસ કાર્યકરો એકઠા ન થાય, તેથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. સીબીઆઈ હેડક્વાર્ટર તરફ જતા બંને રસ્તાઓ પર પોલીસે બેરીકેટ લગાવી દીધા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ઘરેથી નીકળતા પહેલા સિસોદિયાને તેમની પત્નીએ તિલક લગાવ્યું હતુ.

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા તેમના ઘરે પહોંચવા લાગ્યા છે. AAP નેતાઓએ કહ્યું છે કે મનીષ સિસોદિયાને સીબીઆઈના કાર્યાલય સુધી છોડવા માટે સાથે જશે. મનીષ સિસોદિયાના આવાસ પર મંત્રી ગોપાલ રાય, ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને કુલદીપ કુમાર હાજર છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button