વિશ્વ
Trending

BRICSમાં નવા 6 દેશોની એન્ટ્રી,જાણો PM મોદીની હાજરીમાં ક્યાં-ક્યાં દેશો થયા સામેલ?

  • નવા 6 દેશોને BRICSમાં મળ્યું સભ્યપદ
  • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ કર્યું એલાન
  • ઈરાન, આર્જેન્ટિના, UAE, ઈથોપિયા, ઈજીપ્ત, સાઉદી અરેબિયાનો સમાવેશ

BRICS decides to invite 6 countries: બ્રિક્સ(બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા)માં 6 નવા દેશો જોડાશે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ નવા સભ્યોને સામેલ કરવાની જાહેરાત કરી હતી. જે સભ્યોને સામેલ કરવામાં આવશે તેમાં ઈજિપ્ત, સાઉદી અરેબિયા, યુએઈ, ઈથોપિયા, આર્જેન્ટિના અને ઈરાનનો સમાવેશ થાય છે. તે તમામ જાન્યુઆરી 2024થી સત્તાવાર સભ્ય બનશે.

BRICS માં હાલમાં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકા સામેલ છે. હવે તેમાં વધુ 6 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે BRICSમાં કુલ 11 સભ્યો હશે.

રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું, અમે વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર સંમત થયા છીએ અને તેના પછી અન્ય તબક્કાઓ આગળ વધશે. તેમણે કહ્યું કે હાલ માટે અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે. તેમની સદસ્યતા 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ કોન્ફરન્સમાં તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, “ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને માને છે કે નવા સભ્યો સંગઠનને વધુ મજબૂત બનાવશે.” ઉલ્લેખનીય છે કે, આ 2010 પછી પ્રથમ વાર છે, જ્યારે નવા દેશનો આ ગ્રુપમાં સમાવેશ થશે. 2010માં દક્ષિણ આફ્રિકામાં જૂથમાં જોડાનારા પાંચમો દેશ બન્યો હતો.

વાસ્તવમાં જોહાનિસબર્ગમાં BRICS સમિટ ચાલી રહી છે. બ્રિક્સ સમૂહનું વિસ્તરણ આ સમિટમાં મુખ્ય વિષય છે. 40 થી વધુ દેશોએ BRICS માં જોડાવા માટે રસ દર્શાવ્યો છે. તેમાંથી 23 દેશોએ તેના સભ્યપદ માટે અરજી પણ કરી છે. જે દેશોએ અરજી કરી છે તેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે.

હકીકતમાં જોઈએ તો, જોહાન્સબર્ગમાં બ્રિક્સ સમિટ ચાલી રહ્યું છે. આ સમિટમાં બ્રિક્સ સમૂહનો વિસ્તાર મુખ્ય વિષય છે. 40થી વધારે દેશોએ બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમાંથી 23 દેશોએ તેના પર અરજી કરી છે. અરજી કરનારા દેશોમાં સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત અને આર્જેંટિના સામેલ છે.

– 2006 માં પ્રથમ વખત BRIC દેશો મળ્યા. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન, આ ચાર દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ, ત્યારબાદ આ જૂથનું નામ ‘બ્રિક’ રાખવામાં આવ્યું. BRIC દેશોની પ્રથમ શિખર સ્તરીય બેઠક 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. આ પછી 2010માં બ્રાઝિલના બ્રાઝિલિયામાં બીજી શિખર બેઠક મળી હતી. તે જ વર્ષે દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું, પછી તે BRICમાંથી BRICS બન્યું.
– BRICSમાં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ છે. વિશ્વના જીડીપીમાં તેમનો હિસ્સો 31.5% છે. વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી પાંચેય બ્રિક્સ (BRICS) દેશોમાં રહે છે. વૈશ્વિક કારોબારમાં પણ તેમની પાસે 16 ટકા હિસ્સો છે.આ વખતે BRICS સમિટના બે એજન્ડા છે.
પ્રથમ- બ્રિક્સ (BRICS)નું વિસ્તરણ.
બીજું- BRICS દેશોમાં તેમના પોતાના ચલણમાં વેપાર. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે અમે BRICS સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરીએ છીએ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button