September 14, 2024
KalTak 24 News
Entrainment

આઘાત લાગશે! 36 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર,કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું;પોસ્ટ શેર કરી ચાહકોને આપ્યો મેસેજ

Hina Khan Breast Cancer

Hina Khan Breast Cancer: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર છે. અભિનેત્રીને સ્તન કેન્સર થયું છે. હિના ખાનનું કેન્સર ત્રીજા તબક્કા પર છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ચાહકો પાસે ગોપનીયતાની વિનંતી કરી છે.

હિનાએ પોસ્ટ કરીને લખ્યું   ‘હું બધી અફવાઓને સંબોધિત કરવા માંગું છું. હું મારા ચાહકો અને જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે તેમને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જણાવવા માંગું છું કે મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર થયું છે. આ પડકારજનક બીમારી હોવા છતાં, હું બધાને જણાવવા માંગું છું કે હું સારી થઈ રહી છું. હું મજબૂત, દૃઢ નિશ્ચયી અને આ બીમારી સામે લડવા માટે તૈયાર છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. હું આની સામે લડવા માટે જે જરૂરી છે તે બધું કરવા તૈયાર છું.’

ચાહકોને વિનંતી

આગળ હિનાએ લખ્યું   ‘હું મારા ચાહકોને આ સમયે ગોપનીયતા અને આદરની વિનંતી કરી રહી છું. હું તમારા પ્રેમની કદર કરું છું. આ નકારાત્મક યાત્રામાં તમારા વ્યક્તિગત અનુભવો અને સહાયક સૂચનો મારા માટે આખી દુનિયા છે. 

ઠીક થવાનો વિશ્વાસ

હું મારા પ્રિયજનો અને પરિવાર સાથે ફોકસ્ડ, દ્રઢનિશ્ચયી અને પોઝિટીવ રહીશ. ભગવાનની કૃપાથી, અમને બધાને ખાતરી છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલો.

ઈન્ડસ્ટ્રીનાં મિત્રોએ કરી ઠીક થવાની દુઆ

હિનાની પોસ્ટ પર ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. અંકિતા લોખંડેએ લખ્યું છે કે, હિના તું હંમેશા આનાથી વધુ મજબૂત રહી છે. આ પણ પસાર થઈ જશે. તમારા માટે પ્રેમ, તમે મજબૂત બનો. રશ્મિ દેસાઈએ લખ્યું છે કે, તમે હંમેશા મજબુત રહ્યા છો, પ્રાર્થના અને હિલીંગ મોકલી રહી છું. આશકા ગોરાડિયા, ગૌહર ખાન, શ્રદ્ધા આર્ય સહિત અનેક સેલિબ્રિટીઓએ હિના ખાનના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.

હિના ખાનના કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ રાજન શાહીના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી પોતાની સફર શરૂ કરી હતી. આ શોએ તેમને ખૂબ નામના અને પ્રસિદ્ધિ આપી. સિરિયલમાં તે અક્ષરાના પાત્રમાં હતી. આજે પણ લોકો તેમને અક્ષરાના નામથી ઓળખે છે. આ શો પછી તે બિગ બોસમાં દેખાઈ. બિગ બોસે તેમની સીધી સાદી વહુની છબીને સંપૂર્ણપણે તોડી નાખી. અહીંથી હિના ખાન ફેશન ઇન્ફ્લુએન્સર બની ગઈ.

હિનાએ નાગિન જેવો સુપરનેચરલ શો પણ કર્યો છે. તેણે ફિલ્મ ‘હેક્ડ’થી બોલીવુડ ડેબ્યૂ પણ કર્યું હતું. થોડા સમય પહેલા તેમની ‘શિંદા શિંદા નો પાપા’ રિલીઝ થઈ હતી.

 

Group 69

 

 

Related posts

બિપાશા બાસુ માતા બનવા જઈ રહી છે , બેબી બમ્પ સાથે ઇન્સ્ટા પર તસ્વીર કરી શેર

Sanskar Sojitra

બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું 77 વર્ષે નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

Sanskar Sojitra

Miss World 2023: 27 વર્ષ બાદ ભારતમાં એકવાર ફરીથી યોજાશે Miss World 2023,130 દેશોની બ્યૂટીઝઓ લેશે ભાગ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી