- ખાવડા પાસે 4.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો
- સવારે 8.06 વાગ્યે અનુભવાયો ભૂકંપ
- એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપ આવતાં લોકોમાં ભય
Earthquake In Kutch Today: ગુજરાતના કચ્છમાં આજે સવારે ધરા ધ્રુજી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુજરાતના કચ્છ પ્રદેશમાં સવારે 08.06 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તેની ઉંડાઈ 15 કિલોમીટર નીચે હતી.ભૂકંપનું કેન્દ્ર બહિંદુ ખાવડા નજીક નોંધવામાં આવ્યું છે, જોકે ભૂકંપ પછી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી.
“Earthquake of Magnitude:4.1,Occurred on 01-02-2024, 08:06:39 IST, Lat: 24.27 & Long: 70.21, Depth: 15 Km ,Region: Kachchh Gujarat,India,” posts @NCS_Earthquake. pic.twitter.com/CK1k66ZSSJ
— Press Trust of India (@PTI_News) February 1, 2024
અગાઉ, 28 જાન્યુઆરીના રોજ પણ કચ્છની ધરા ધ્રુજી હતી. બપોરે 4.40ના સમયે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 km દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. ભૂકંપની અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ હતી.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપનું કેન્દ્ર એ એવી જગ્યા છે જ્યાં જમીનની નીચે પ્લેટોમાં હલનચલનને કારણે ભૂસ્તરશાસ્ત્રીય ઉર્જા નીકળે છે. આ જગ્યાએ ભૂકંપના કંપન સૌથી પ્રબળ હોય છે. જેની અસર પણ જોરદાર રીતે અનુભવાય છે. આ રીતે જ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાણવા મળે છે.
ભૂકંપના આંચકા દૂર સુધી કેમ અનુભવાય છે?
જેમ જેમ ભૂકંપના કંપનની આવર્તન વધે છે તેમ તેમ તેની અસર ઓછી થવા લાગે છે. જો કે, જો રિએક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો તેના આંચકા કેટલાક કિલોમીટર દૂરથી અનુભવાય છે. આ બધી બાબતો તેના પર આધાર રાખે છે કે ભૂકંપની આવર્તન ઉપરની તરફ છે કે નીચે તરફ. જો કંપનની આવર્તન ઉપરની તરફ હોય તો તે ઓછા વિસ્તારને અસર કરે છે, પરંતુ જો આ આવર્તન નીચે તરફ હોય તો તે વધુ વિસ્તારને અસર કરે છે અને ભૂકંપના આંચકા દૂર સુધી અનુભવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube