રાષ્ટ્રીયવિશ્વ
Trending

Earthquake/ ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત,સંખ્યાબંધ ઘાયલ, અનેક ઇમારત ધરાશાયી

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.

  • નેપાળમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • ભૂકંપના કારણે 128 જેટલા લોકોના મોત
  • ત્રણેય સુરક્ષા એજન્સીઓ બચાવ કામગીરીમાં છે: નેપાળ PMO

Earthquake in Nepal: નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. આ શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 132 લોકોના મોત નિપજ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આટલા લોકોના મોતનું કારણ એ છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો પોતાના ઘરમાં સૂતા હતા અને તેમની પાસે બહાર નીકળીને પોતાનો જીવ બચાવવાની તક જ નહોતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.4 નોંધાઈ છે.

એટલું જ નહીં, ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ભારતની રાજધાની દિલ્હીમાં પણ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. જાજરકોટ કાઠમંડુથી પશ્ચિમમાં લગભગ 500 કિલોમીટર દૂર છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ કાઠમંડુમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

નેપાળ PMOનું ટ્વીટ ?
નેપાળના પીએમઓએ ટ્વીટ કરી કે પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહલએ શુક્રવારે રાત્રે 11:47 વાગ્યે આવેલા જજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપથી માનવીય અને ભૌતિક ક્ષતિ માટે પોતાનું દુખ પણ વ્યક્ત કર્યું છે. તેમજ તમામે ત્રણેય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક બચાવ રાહતની કામગીરીમાં તૈનાથ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, ભૂકંપથી મૃત્યું પામનારની સંખ્યા હજુ પણ વધારો થઈ શકે છે.

નેપાળના નેશનલ સિસ્મોલોજીકલએ શુ કહ્યું ?
નેપાળના જાજરકોટના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ખતરનાક ભૂકંપ આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું છે કે નેપાળના આ વિસ્તારમાં અનેક મકાનો પણ ધરાશાયી થયા છે અને દિલ્હી, લખનૌ, પટના સહિત ભારતમાં પણ ઇમારતો હલી હતી. નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.4 હતી પરંતુ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ બાદમાં તેની તીવ્રતા ઘટાડીને 5.7 કરી અને યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 5.6 હોવાનો જણાવ્યું છે.

એક પરિવારના પાંચ લોકોના મોત થયા
પડોશી રુકુમ પશ્ચિમ જિલ્લાના પોલીસ અધિકારી નામરાજ ભટ્ટરાઈએ રોઇટર્સને જણાવ્યું: “અમે અહેવાલોને સમર્થન આપ્યું છે કે એથબિસ્કોટ ગામમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે અને વધુ મૃત્યુના અહેવાલો છે.” અધિકારીએ કહ્યું કે જો કે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. રોઇટર્સના જણાવ્યા અનુસાર, જાજરકોટમાં મીડિયા ફૂટેજમાં બહુમાળી ઈંટની ઈમારતોના તૂટી પડેલા ભાગો દેખાય છે. રહેવાસીઓએ જણાવ્યું કે આંચકા પડોશી જિલ્લાઓ અને કાઠમંડુ સુધી અનુભવાયા હતા.

Earthquake: ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી

નેપાળથી દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા ઝટકા

એનસીઆરના નોઇડામાં ભૂકંપના ઝટકા અનુભવાતા લોકો ગભરાઇ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના ઝટકા બિહારમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ પછી બિહારના પાટનગર પટણામાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

કેમ આવે છે ભૂકંપ

હિમાલય રેન્જ ભૂકંપના ખતરાઓ સામે ઝઝૂમી રહી છે. તેમાં નેપાળ પણ આવે છે. ઈન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ અહીં પરસ્પર ટકરાય છે. હવામાન પરિવર્તને આ ખતરાને વધાર્યું છે. ગ્લેશિયર સતત પીગળી રહ્યા છે. તેનાથી હિમાલય રેન્જના પહાડોના સ્લોપ પર અસર પડે છે. સન 2000 બાદ દર વર્ષે 500થી 600 ઝટકા મહેસૂસ થાય છે. એક આકલન મુજબ 2030 સુધીમાં હિમાલયના 20 ટકા ગ્લેશિયલ પીગળી શકે છે. તેનાથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા