KalTak 24 News
રાષ્ટ્રીય

EDએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું,18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

Arvind Kejriwal ED Raid
  • અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કરીને 18 જાન્યુઆરીએ હાજર થવા માટે કહ્યું છે
  • કેજરીવાલને દારૂ નીતિ કેસમાં મોકલવામાં આવેલું આ ચોથું સમન્સ છે
  • 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીએ ત્રણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા

ED summons Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે ચોથું સમન્સ મોકલ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીને 18 જાન્યુઆરીએ ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે AAPના રાષ્ટ્રીય સંયોજક ચોથી વખત ED સમક્ષ હાજર થશે કે નહીં.

અગાઉ, ઈડીએ તેમને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ કેજરીવાલે કહ્યું હતું કે તેમને મોકલવામાં આવેલ સમન્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેથી તેઓ હાજર નહીં થાય. ચોથા સમન્સમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.આ ચોથા સમન્સ અંગે આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, પહેલું સમન્સ ED દ્વારા કેજરીવાલને 02 નવેમ્બર 2023ના રોજ મોકલવામાં આવ્યું હતું, બીજું સમન્સ 18 ડિસેમ્બર 2023ના રોજ અને ત્રીજું સમન્સ 22 ડિસેમ્બર 2023ના રોજ મોકલવામાં આવ્યું હતું. જો કે, ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં, કેજરીવાલ હજી સુધી ED સમક્ષ હાજર થયા નથી અને દરેક વખતે લેખિત જવાબો મોકલીને આ નોટિસોને ગેરકાયદેસર જાહેર કરી છે.

આપનો દાવો – નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ
જો કે AAPએ છેલ્લે કહ્યું હતું કે કેજરીવાલ એજન્સીને સહકાર આપવા તૈયાર છે, પરંતુ તેણે દાવો કર્યો હતો કે, સમન્સ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા હતા. AAPએ કહ્યું કે ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી? આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે.

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલની ધરપકડનો ડર વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. AAP નેતાઓએ દાવો કર્યો હતો કે ED અરવિંદ કેજરીવાલના આવાસ પર દરોડા પાડી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે. દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો હતો કે ED કેજરીવાલના ઘરે દરોડા પાડી શકે છે, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.

ભાજપે આરોપોને ફગાવી દીધા હતા

તેઓ પોતાને કાયદાથી ઉપર માને છે: AAPના આ આરોપો પર ભાજપે પણ પ્રહારો કર્યા છે. બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું છે કે આતિશી અથવા અન્ય AAP નેતાઓને રસપ્રદ વાર્તાઓ બનાવવાની મજા આવે છે. વિપશ્યના તમારા માટે મહત્વપૂર્ણ છે, કાયદો નહીં. સાંસદની ચૂંટણી મહત્વની છે, કાયદો નહીં. અરવિંદ કેજરીવાલ પોતાને કાયદાથી ઉપર માને છે.

 

Group 69

 

 

Related posts

ભ્રષ્ટાચાર પર પંજાબ સરકારે માર્યો હથોડો,પોતાની જ સરકારના સ્વાસ્થ્યમંત્રીને ઘર ભેગા કરી દીધા

KalTak24 News Team

MISSION CHANDRAYAAN-3: ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી ચંદ્રની 3.8 લાખ કિમી લાંબી મુસાફરી શરૂ કરી, 5 ઓગસ્ટનો દિવસ મહત્વપૂર્ણ

KalTak24 News Team

જન્મદિવસે જ ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ લીધા ઉપમુખ્યમંત્રી પદની શપથ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા