May 18, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 23 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકોના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with mahadev in gujarati

Horoscope 23 October 2023, Daily Horoscope: 23 ઓક્ટોબર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 23 October 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજના દિવસે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે વેપારી છો તો આજે તમારે બિનજરૂરી વધારે પડતો શ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરી કરો છો તો કામ વધારે કરવું પડી શકે છે. સાથે જ તમારે મોટા અધિકારીના ગુસ્સાનો ભોગ પણ બનવું પડી શકે છે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દોડધામમાં પસાર થશે. ક્યારેક સંતાનો સાથે સંકળાયેલી સમસ્યાઓના સમાધાન માટે મહેનત કરશો તો ક્યારેક મિત્રોના કોઈ કામથી જવાનું થઈ શકે છે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓના નિરાકરણમાં પસાર થશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સુખદ જણાઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે પ્રગતિ કરી શકશો. આજે તમને મિત્રોનો સાથ મળશે અને એનાથી મનનો ભાર હળવો થશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ સુધારો આવશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મોજ મસ્તીવાળો રહેશે અને આજે તમે તમારા પરિવારમાં જ મસ્ત રહેશો. કોઈ પણ વિરોધીની નિંદા તરફ ધ્યાન ન આપીને તમારૂ કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. તમે તમારા સામાજિક ક્ષેત્રે તાલ મેલ વધારવામાં સફળ રહેશો.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક છે. મોટા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે. નવા સંબંધો બનવાથી તમારૂ નસીબ ચમકી શકે છે અને સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. દાંપત્ય સંબંધોમાં સુમેળ રહેશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનત કરીને પરિણામ મેળવવા માટેનો દિવસ છે. આજે પરિવારના લોકો તમારી મદદ કરશે અને તમારૂ નસીબ તમને સાથ આપશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યોથી ખુશીઓ આવશે. આજે કોઈ પ્રકારના રચનાત્મક કાર્યોમાં મન લાગેલું રહેશે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરવામાં પાછી પાની નહી કરે. જો તમે વેપાર કરો છો તો આજે ગ્રાહકોની ભારે ભીડથી તમારી દુકાન ભરેલી રહેશે. વાહન, જમીન ખરીદી, સ્થળ પરિવર્તનનો સુખદ સંયોગ પણ બની શકે છે.

આ પણ વાંચો: સુરત/ ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું સુરતમાં ઓર્ગન ડોનેશન,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી બાળકનું કરાયું અંગદાન..

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે કાર્ય ક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં બેદરકારી રાખવાથી આવું થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની તરફથી મોરલ સપોર્ટ મળશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને દુશ્મનોનું મનોબળ તૂટશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે કોઈ કારણોસર તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. આજનો દિવસ કોઈ પણ પ્રકારની અશાંતિમાં પસાર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે. આજે કોઈ પણ પ્રકારના નિરાશાજન વિચારોથી બચીને રહેજો. સાંજના સમયે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખાસ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. પરિવારના લોકો તમારો સાથ આપશે અને નસીબના કારણે આજે તમને કરિયરમાં પણ શુભ તક મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી મન અશાંત રહી શકે છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારો દિવસ મિશ્રિત રહેશે અને કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે. આજે ઓફિસમાં તમારા પદ અને અધિકારોમાં વધારો થઈ શકે છે. તો ઘર અને પરિવારમાં આજે કેટલીક એવી મુશ્કેલીઓ આવી શકે છે કે જેનાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઉત્તમ થવા જઈ રહ્યો છે. આજે તમને ક્યાંક અટવાયેલા રૂપિયા મળવાની આશા દેખાઈ રહી છે. જેનાથી તમારો વિશ્વાસ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધશે. રોજિંદા કામકાજમાં બેદરકારી ના રાખશો, નહીં તો લેવાના દેવા પડી શકે છે.

 

આજનું પંચાંગ
23-10-2023 સોમવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ નોમ
નક્ષત્ર શ્રવણ
યોગ શૂળ
કરણ કૌલવ
રાશિ મકર (ખ.જ.)

શુભાંક – આજનો શુભ અંક છે 5
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સફેદ – આસમાની
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત – મિથુન રાશિ (ક.છ.ઘ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

આજનું રાશિફળ/ 15 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિતિ થશે મજબૂત,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 25 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 31 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય,શિરડી સાંઈબાબાની કૃપાથી આ રાશીના જાતકોને બિઝનેસમાં મોટી સફળતા મળશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા