October 15, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 20 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

daily-horoscope-20-august-2023-aaj-nu-rashifal

Horoscope Today 20 August 2023, Daily Horoscope: 20 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 20 August 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. આજે તમારી સામે આવી રહેલા પડકારોને શાંત મનથી હલ કરવાનો પ્રયાસ કરશો. કોઈ જાણીતો માણસ તમારા સાથે વિશ્વાસઘાત કરી શકે છે. એકંદરે દિવસ મધ્યમ રહેશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મધ્યમ ગણી શકાય. ધારેલા કાર્ય પૂરા ન થાય તો ગુસ્સા પર કાબૂ રાખવો. કોઇ જગ્યાએ રોકાણ માટે દિવસ સારો નથી. વાણી પર સંયમ રાખવો જરુરી.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. જૂના અટકેલા કામો પૂરા થશે, સાથે જ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજે વેપારી વર્ગને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે રોકાણમાં ખૂબ કાળજી રાખો. દૂર રહેતા કોઈ સંબંધી આજે તમારો સંપર્ક કરી શકે છે. તમે કરેલા કામનો શ્રેય બીજા કોઈને ન લેવા દો. આજનો દિવસ એકંદરે તમારા માટે સારો રહેશે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો છે. આજે કોઈ નજીકના વ્યક્તિ તમારા જીવનસાથી પ્રત્યે તમારા વિચારોને ખલેલ પહોંચાડી શકે છે. પરિવારને વધુ સમય આપવાથી પારિવારિક જીવન આનંદમય બનશે. આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિની ઘણી સુવર્ણ તકો મળશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે નાણાકીય સ્થિતિને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધવચ્ચે અટવાઈ શકે છે. કોઈની પણ સાથે તમારી ગોપનીય માહિતી શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. જો શક્ય હોય તો તેને ટાળો, કારણ કે આ વસ્તુઓ બહાર ફેલાવાનું જોખમ રહેલું છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે તમને તમારી કારકિર્દી સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. જો કે આજે વધારે કામના કારણે થોડો થાક રહેશે. પરંતુ સાંજ પછીનો સમય તમારા માટે સારો છે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે રોમાંચક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને તમને આરામ આપો. તમે તમારી જાતને રોમાંચક નવી પરિસ્થિતિઓમાં જોશો જે તમને નાણાકીય લાભ લાવશે. મોટી નાણાકીય લેવડ-દેવડ આજે કરવી નહીં.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે ભાગ્ય તમારો સાથ આપશે. ચોક્કસ સફળ થશો. આ રાશિના વિદ્યાર્થીઓ આજે તેમની કારકિર્દીમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરશે, આ માટે મનમાં આવતા નવા વિચારો તમને સાથ આપી શકે છે. જો તમે ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે મોટાભાગની બાબતો તમારી ઈચ્છા અનુસાર થશે. ખર્ચમાં વધારો થશે, પરંતુ તે જ સમયે આવકમાં વધારો તેને સંતુલિત કરશે. લોકો પ્રત્યે દયાળુ બનો, ખાસ કરીને જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી કાળજી રાખે છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આ રાશિના વકીલો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે, આજે કોઈ મોટો કેસ સામે આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે. અભ્યાસમાં રુચિ રહેશે, સાથે જ કોઈ પ્રોજેક્ટ બનાવવાની સમસ્યા આજે મિત્રની મદદથી હલ થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે મનોરંજન માટે જરૂરી કરતાં વધુ સમય ન ફાળવો. તમારા સામાજિક જીવનને અવગણશો નહીં. તમારા વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢો અને તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપો. આનાથી તમારું દબાણ ઓછું થશે એટલું જ નહીં, તમારી ખચકાટ પણ દૂર થશે.

 

આજનું પંચાંગ
20 08 2023 રવિવાર
માસ શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ ચોથ
નક્ષત્ર હસ્ત
યોગ સાધ્ય
કરણ વણિજ સવારે 11.22 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

શુભાંક – આજનો શુભ અંક છે 2
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે ઉત્તર – નૈઋત્ય
રાશિ ઘાત – મેષ રાશિ (અ.લ.ઈ.)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

Related posts

આજનું રાશિફળ/ 28 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઈબાબાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 09 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઈબાબાની કૃપાથી આ 7 રાશીના જાતકોને મળશે સફળતાના માર્ગ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 08 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,સૂર્યદેવ આ 5 રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Advertisement