November 25, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 07નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,વિઘ્નહર્તા ગણેશજી આ 5 રાશિના જાતકો પર થશે પ્રસન્ન- દરેક વિઘ્નો કરશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with ganpati gujarati

Horoscope 07 November 2023, Daily Horoscope: 07 નવેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 07 November 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે મહત્વની કોઇ યોજના શરુ કરશો. યોજના સફળતાથી પૂર્ણ થતાં એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધનલાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો. 

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતિ જશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધનપ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઇ મોટુ કામ સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઇપણ વસ્તુની અતિશિયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઇ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ-અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઇ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો. સંધ્યાકાળનો સમય કોઇ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઇ શકે છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે આશાઓ પૂરી ના થતાં બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ શકે છે. આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરુર પડશે ત્યારે પારિવારિક સંબંધો મો ફેરવી લેશે. આનાથી નાસીપાસ ના થતા અને ધીરજ રાખજો.

આ પણ વાંચો: દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતમાં માત્ર 100 કલાકના બાળકનું કરાયું અંગદાન,5 લોકોને આપી નવી જિંદગી,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી કરાવ્યું અંગદાન

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ-અલગ રાખો. નહીં તો પડકારો આવી શકે છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઇ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે જીવનના ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જે તમારા માટે શુભ સાબિત થઇ શક છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. 

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મેળવશો. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઇ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઇને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે.

 

આજનું પંચાંગ
07-11-2023 મંગળવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ
નક્ષત્ર મઘા સાંજે 4.22 પછી પૂર્વ ફાલ્ગુની
યોગ બ્રહ્મ બપોરે 3.18 પછી ઈન્દ્ર
કરણ વણિજ
રાશિ સિંહ (મ.ટ.)

શુભાંક – આજનો શુભ અંક છે 7
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

નડિયાદ / શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને ફૂલોના કરવામાં આવ્યો શણગાર, જુઓ તસવીરો

KalTak24 News Team

આજનું રાશિફળ/ 01 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ જાતકોના જીવનમાં મહત્વનું પરિવર્તન આવી શકે છે, માન-સન્માન વધશે,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

બોટાદ/ ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કર્યો તથા લગભગ 25 લાખ લોકોએ કર્યા દર્શન ..

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..