KalTak 24 News
જ્યોતિષ

આજનું રાશિફળ/ 04 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,હનુમાનજીની કૃપાથી આ 5 રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with kashtbhanjandev gujarati

Horoscope 04 November 2023, Daily Horoscope: 04 નવેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 04 November 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ પૂર્ણ થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય પ્રેક્ટિકલ થઇને લો. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. તમારી કાર્યકુશળતા પણ વધશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સર્વોત્તમ રહેશે. આ સમય ગ્રહ ગોચર તમારા માટે થોડી સફળતા પ્રદાન કરી રહ્યું છે. બાળકો દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખયમ વાતાવરણ રહેશે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ રહેશે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળમાં કરેલાં ફેરફારથી આ સમયે સારું પરિણામ મળશે. તમને સફળતા ચોક્કસ મળશે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે. સમય સાથે કરેલાં કાર્યોના યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે કોઇપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો. આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવશો. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. પરિવારના સભ્યોને તેમની પોતાની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓનું સમાધાન મળી શકશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેનાં સફળ પણ રહેશો. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

આ પણ વાંચો: દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતમાં માત્ર 100 કલાકના બાળકનું કરાયું અંગદાન,5 લોકોને આપી નવી જિંદગી,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી કરાવ્યું અંગદાન

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે મિત્રો અને પરિવારના લોકો સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે. જો ઘરમાં રિનોવેશનને લગતી થોડી યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફાયાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પણ પોઝિટિવ પરિણામ મળશે. પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે વ્યવસાય કે નોકરીને લગતો કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો. તમારી સમજદારી દ્વારા લેવામા આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી કરી શકે છે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઇ શકે છે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે મધુરતા આવશે. બાળક પક્ષ તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે. જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો અવશ્ય જ સફળતા મળશે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે થોડા મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ થશે. વ્યવસાયમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગ અને સલાહથી અનેક અટવાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થશે. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે રાજનૈતિક સંબંધોને વધાર મજબૂત કરો. પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર થશે. આજે તમારી કોઇ વિશેષ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે.

 

આજનું પંચાંગ
04-11-2023 શનિવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ
નક્ષત્ર પુષ્ય
યોગ સાધ્ય બપોરે 1.01 પછી શુભ
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 11.58 પછી બવ
રાશિ કર્ક (ડ.હ.)

શુભાંક – આજનો શુભ અંક છે 4
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

ધાર્મિક સ્ટોરી: સુરતના આંગણે યોજાશે ભવ્ય અને દિવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથા-જાણો કેવું છે આયોજન અને કેવી છે વ્યવસ્થા?

Sanskar Sojitra

આજનું રાશિફળ : આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી

KalTak24 News Team

આજનું રાશિફળ 10 ડિસેમ્બર: આ જાતકોને થઈ શકે છે મોટો ધન લાભ! જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા