November 3, 2024
KalTak 24 News
Politics

Cricketer Joined Politics: ભારતીય ક્રિકેટના આ ખાસ ખેલાડીની થઈ રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટી કરી જોઈન

Ambati Rayudu Join YSR Congress

Ambati Rayudu Join YSR Congress : ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતિ રાયડૂએ હવે રાજકારણની પિચ પર ડગ માંડ્યા છે. તેણે YSR કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. રાયડૂએ મુખ્યમંત્રી જગન રેડ્ડીની હાજરીમાં પાર્ટી જોઈન કરી.37 વર્ષના રાયડૂએ IPL 2023 જીતવાની સાથે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. રાયડૂ IPLમાં ગત વખતે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાંથી રમ્યો હતો. હવે અંબાતિ રાયડૂ રાજનીતિમાં ઉતર્યો છે.

જૂનમાં જગન રેડ્ડીને મળ્યા હતા રાયડૂ
રાયડૂએ આ વર્ષે જૂનમાં આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી, જે YSRCPના પ્રમુખ છે. જગનની ઈચ્છા હતી કે રાયડૂ આગામી ચૂંટણી લડે, પરંતુ હજુ સુધી તે નક્કી નથી થયું કે તેમણે લોકસભા ચૂંટણીમાં કયાંથી ટિકિટ મળશે. રાયડૂ જો લોકસભા ચૂંટણી લડશે તો તે મછલીપટ્ટનમથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.

શું રાયડુને લોકસભા ચૂંટણીમાં ટિકિટની ટિકિટ મળશે?

આજે તેઓ પાર્ટી પ્રમુખ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાય હતા. આ સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે હાલ તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એવામાં પ્રશ્નએ થઈ રહ્યા છે કે શું પાર્ટી તેમને આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપશે? રાજકારણમાં જોડતા પહેલા તેમણે ગુંટુર જિલ્લાના દરેક વિસ્તારની મુલાકાત લીધી અને સમસ્યાઓ સમજવા માટે લોકોને મળ્યા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, તેણે બુધવારે (27 ડિસેમ્બર) મીડિયાને કહ્યું, “હું ટૂંક સમયમાં લોકોની સેવા કરવા માટે આંધ્ર પ્રદેશની રાજનીતિમાં પ્રવેશ કરીશ. રાજકારણમાં પ્રવેશતા પહેલા, મેં લોકોનો મત જાણવા અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો.” અમે પરિસ્થિતિને સમજવા અને જિલ્લાના વિવિધ ભાગોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.”

રાયડૂએ 55 વનડે અને 6 ટી20 મેચ રમી
રાયડૂએ ભારત તરફથી 47.05ની સરેરાશથી 55 વનડેમાં કુલ 1,694 રન બનાવ્યા. તેનો સર્વાધિક સ્કોર 124 નોટઆઉટ રહ્યો છે. તેણે 3 સેન્ચુરી અને 10 હાફસેન્ચુરી પર ફટકારી છે. રાયડૂએ 6 ટી20 મેચ પણ રમી છે. જેમાં તેણે 10.50ની સરેરાશથી માત્ર 42 રન બનાવ્યા. આ ઉપરાંત રાયડૂના નામે 97 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6,151 રન નોંધાયા છે.

રાયડૂની IPL કરિયર પણ દમદાર છે. તેણે IPLમાં 203 મેચ રમી જેમાં 4,348 રન કર્યા છે. આ દરમિયાન રાયડૂની સરેરાશ 28.05 અને સ્ટ્રાઈક રેટ 127.54 રહી હતી. રાયડૂ IPLમાં એક સેન્ચુરી પણ ફટકારી ચુક્યો છે. સાથે જ તેણે 22 ફિફ્ટી પણ મારી છે.

 

Group 69

 

 

Related posts

દક્ષેશ માવાણી બન્યા સુરતના નવા મેયર,જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવાયા ?

KalTak24 News Team

BREAKING NEWS: ઇન્દ્રનીલ રાજગુરુ એ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી

Sanskar Sojitra

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી,જુઓ લિસ્ટ

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..